મહારાષ્ટ્રના કાયદા અને ન્યાય વિભાગે તેમનું આ રાજીનામું સ્વીકારી લીધું હોવાનું મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉજ્જ્વલ નિકમ
ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ઉત્તર મધ્ય લોકસભાની બેઠક પરથી ઉમેદવારી મળ્યા બાદ ઉજ્જ્વલ નિકમે તેમના પબ્લિક પ્રોસિક્યુટરના પદેથી રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના કાયદા અને ન્યાય વિભાગે તેમનું આ રાજીનામું સ્વીકારી લીધું હોવાનું મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉજ્જ્વલ નિકમ હાલ ૨૯ કેસમાં સરકારી વકીલ તરીકે સેવા આપી રહ્યા હતા, જેમાં ૨૬/૧૧ હુમલાના આરોપી અબુ જુંદાલના કેસનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૬માં સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કાર આપીને નવાજ્યા હતા. નિયમ મુજબ કોઈ પણ ચૂંટણી લડતાં પહેલાં સરકારી પદ પરની વ્યક્તિએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડે છે. એટલે ઉજ્જ્વલ નિકમે પણ આ અઠવાડિયાની શરૂઆતમાં જ તેમના સરકારી વકીલના પદેથી રાજીનામું આપ્યું હતું, હવે એ સ્વીકારાયું હોવાનું કાયદા અને ન્યાયવિભાગે જણાવ્યું છે.