શ્રદ્ધાંજલિના આ પ્રોગ્રામમાં જાણીતા વાંસળીવાદક વિવેક સોનાર અને તેમના શિષ્યો વાંસળીવાદન કરવાના છે.
તસવીર : સૈયદ સમીર અબેદી
તબલાંના ખાં ઉસ્તાદ ઝાકિર હુસેનનું ૧૫ ડિસેમ્બરે અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાંજલિના આ પ્રોગ્રામમાં જાણીતા વાંસળીવાદક વિવેક સોનાર અને તેમના શિષ્યો વાંસળીવાદન કરવાના છે. ગઈ કાલે વર્ષના પ્રથમ દિવસે મરીન ડ્રાઇવ પર વિવેક સોનારે તેમના ૩૦ જેટલા સ્ટુડન્ટ્સ સાથે એનું રિહર્સલ કર્યું હતું. આ ગ્રુપમાં ૮ વર્ષથી લઈને ૮૦ વર્ષ સુધીના વાંસળીવાદકો ભાગ લઈ રહ્યા છે. તેમણે છેડેલી સૂરાવલિએ ત્યાંથી પસાર થઈ રહેલા મુંબઈગરાઓ અને સહેલાણીઓનાં મન મોહી લીધાં હતાં.


