મુંબઈનાં વિવિધ જંક્શનો પર હાલ ૬૮૫ સિગ્નલ બેસાડવામાં આવ્યાં છે જેમાંથી ૨૮૫ સિગ્નલ અપડેટ કરાયાં છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં ટ્રાફિક સ્મૂધલી ચાલતો રહે એ માટે વધુ ૫૯ ટ્રાફિક-સિગ્નલની માગણી ટ્રાફિક-પોલીસે BMC પાસે કરી છે. મુંબઈનાં વિવિધ જંક્શનો પર હાલ ૬૮૫ સિગ્નલ બેસાડવામાં આવ્યાં છે જેમાંથી ૨૮૫ સિગ્નલ અપડેટ કરાયાં છે. આ ૨૫૮ સિગ્નલમાંથી ૧૩૬ સિટીમાં, ૬૨ વેસ્ટર્ન સબર્બ્સમાં અને ૬૦ ઈસ્ટર્ન સબર્બ્સમાં આવેલાં છે. બાકીનાં સિગ્નલને અપડેટ કરવાનું કામ BMCના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે.
ટ્રાફિક-પોલીસે ડોંગરીના ચાર નળ જંક્શન અને નૂરબાગ, જી. ટી. હૉસ્પિટલ, ગોળદેવળ, તાડદેવની વિવેક સિંહ લેન, બેલાસિસ રોડના સાને ગુરુજી માર્ગ, માનવ મંદિર જંક્શન, હૅન્ગિંગ ગાર્ડન, ધોબીઘાટ, બે ટાંકી જંક્શન, સંત ગોરા કુંભાર ચોક , રે રોડ, MBPT રોડ, માહિમ ૬૦ ફીટ રોડ, ધારાવી અશોક મિલ નાકા, કુર્લા-વેસ્ટ ટૅક્સીમેન કૉલોની ગેટ નંબર-૧, અંધેરી-ઈસ્ટ તક્ષશિલા રોડ, જોગેશ્વરી-ઈસ્ટ ગોરાઈ ઇન્ટરનૅશનલ સ્કૂલ જંક્શન, અંધેરી-ઈસ્ટ મરોલ વિજયનગર અને મરોલ ભવન પાસે સિગ્નલ બેસાડવાની માગણી કરી છે.