સંજય રાઉતે કહ્યું કે, “આ કેન્દ્રીય બજેટ નથી કારણ કે મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સહિત ઘણા રાજ્યો આ બજેટમાંથી ગાયબ છે."
સંજય રાઉતની ફાઇલ તસવીર
Sanjay Raut Taunts Government Over Budget in Parliament: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને વિપક્ષે સામાન્ય માણસને નિરાશ કરનારું બજેટ ગણાવ્યું છે. આજે રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે બજેટને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.