રિપીટર્સ અને ઑપ્શનલ સબ્જેક્ટ્સ સાથે એક્ઝામ આપી રહેલા સ્ટુડન્ટ્સને એક્ઝામ-ફી માટે બોર્ડની વેબસાઇટ ચેક કરવા જણાવવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ધ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશને એના ૧૦મા ધોરણની એક્ઝામ-ફીમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. આ ફી-સ્ટ્રક્ચર જુલાઈ-ઑગસ્ટથી લાગુ થઈ જશે.
સ્ટેટ બોર્ડે આ માટે જાહેર કરેલા સર્ક્યુલર પ્રમાણે અલગ-અલગ હેડ નીચે સ્ટુડન્ટ્સે ફી ભરવાની રહેશે; જેમાં ૪૭૦ રૂપિયા એક્ઝામ ફી, ૨૦ રૂપિયા ઍડ્મિનિસ્ટ્રેટિવ ફી, ૨૦ રૂપિયા માર્કશીટ લૅમિનેશન ચાર્જ, ૨૦ રૂપિયા સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનો ચાર્જ, સાયન્સના પ્રૅક્ટિકલ એકઝામના ૧૦ રૂપિયા, ટેક્નિકલ સબ્જેક્ટના પ્રૅક્ટિકલ માટે ૧૦૦ રૂપિયા, પ્રાઇવેટ સ્ટુડન્ટ્સના રજિસ્ટ્રેશન ઍપ્લિકેશન માટે ૧૩૦ રૂપિયા અને રજિસ્ટ્રેશન ફીના ૧૨૧૦ રૂપિયાનો સમાવેશ કરાયો છે. રિપીટર્સ અને ઑપ્શનલ સબ્જેક્ટ્સ સાથે એક્ઝામ આપી રહેલા સ્ટુડન્ટ્સને એક્ઝામ-ફી માટે બોર્ડની વેબસાઇટ ચેક કરવા જણાવવામાં આવ્યું છે.

