આ સ્કીમ હેઠળ પહેલાં નામ નોંધાવવાની મુદત ૩૧ જુલાઈ સુધી જ હતી
ફાઇલ તસવીર
વંચિત મહિલાઓને દર મહિને આર્થિક મદદ મળી રહે એ માટે રાજ્ય સરકારે તેમને ૧૫૦૦ રૂપિયા લાડકી બહિણ યોજના હેઠળ આપવાનું શરૂ કર્યું છે. જોકે હજી પણ જે મહિલાઓ એનો લાભ લેવા માગતી હોય અને પોતાનું નામ નોંધાવ્યું ન હોય તો નોંધાવી શકે છે. સરકાર તરફથી નામ નોંધાવવાની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે એવી જાહેરાત મહિલા અને બાળવિકાસપ્રધાન અદિતિ તટકરેએ કરી હતી.
આ સ્કીમ હેઠળ પહેલાં નામ નોંધાવવાની મુદત ૩૧ જુલાઈ સુધી જ હતી, પણ જે રીતે મહિલાઓએ એનો લાભ લેવા ધસારો કર્યો એ જોતાં એની મુદત લંબાવીને ૩૧ ઑગસ્ટ કરવામાં આવી હતી. જોકે હવે સ્કીમને મળેલો પ્રતિસાદ જોતાં એની મુદત ફરી એક વખત લંબાવવામાં આવી હોવાનું અદિતિ તટકરેએ જણાવ્યું છે.
ADVERTISEMENT