થાણેમાં એ ટનલનો એન્ડ પાતલીપાડાના મુલ્લાબાગ પાસે ખૂલવાનો છે.
વિરોધ પ્રદર્શન દર્શાવતી તસવીર
બોરીવલીથી સંજય ગાંધી નૅશનલ પાર્કની નીચે ટનલ બનાવીને થાણે સાથે જોડવાના રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સામે થાણેવાસીઓ દ્વારા ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
થાણેમાં એ ટનલનો એન્ડ પાતલીપાડાના મુલ્લાબાગ પાસે ખૂલવાનો છે. મુલ્લાબાગ રોડને ટનલ સાથે જોડવાનો હોવાથી ત્યાં કામ ચાલી રહ્યું છે. આ કામને લઈને મુલ્લાબાગ અને એની આસપાસના વિસ્તારના રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કામને કારણે બહુ જ ધૂળ ઊડી રહી છે જે તેમના સ્વાસ્થ્ય પર અવળી અસર કરી રહી છે. વળી એ કામને લીધે મુલ્લાબાગના રોડ પર સતત હેવી ટ્રૅફિક રહેતો હોવાથી ટ્રૅફિક જૅમની પરિસ્થિતિ સર્જાઈ છે. વળી આ કનેક્ટર રોડ બનાવવા માટે વૃક્ષોનું પણ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે તેમને પડતી હાલાકીને જોતાં એ ટનલ આગળ યુનિ અબેક્સ અલૉય પ્રોડક્ટ કંપની સુધી લંબાવવામાં આવે અને ત્યાં એ રોડ બહાર નીકળે અને ઘોડબંદર રોડ સાથે જોડવામાં આવે.

