જોકે આજે બન્ને લાઇન પર સર્વિસ બંધ રહેશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : મેટ્રો લાઇન્સ ૨એ અને ૭નો બીજો તબક્કો ટૂંક સમયમાં કાર્યાન્વિત થશે એમ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ જણાવ્યું હતું.
૨એ લાઇન કાંદિવલીમાં દહાણુકરવાડીથી ડી. એન. નગર અને લાઇન ૭ આરે રોડથી અંધેરી હાઇવેને જોડશે. બંને લાઇન (૨એ અને ૭)ના પહેલા તબક્કાને બીજા તબક્કા સાથે સાંકળવા માટે અને ઇન્ટિગ્રેટેડ સિગ્નલિંગ સિસ્ટમના ટેસ્ટિંગ માટે એમએમઆરડીએએ ગઈ કાલે સાંજના છથી આજે રાતના ૧૦ વાગ્યા સુધી એમ કુલ ૧૬ કલાકનો મેગા બ્લૉક લીધો છે. સંપૂર્ણ સિવિલ વર્ક તેમ જ બંને મેટ્રો લાઇનનું સિસ્ટમ વર્ક પૂરું થઈ ગયું હોવાનું એમએમઆરડીએએ જણાવ્યું હતું. બંને લાઇનો કાર્યાન્વિત થતાં રસ્તા પરનો ટ્રફિક હળવો બનશે. આ લાઇનોને મુંબઈના પ્રથમ મેટ્રો કૉરિડોર સાથે જોડવામાં આવશે જે વર્સોવા-અંધેરી-ઘાટકોપર સ્ટ્રેચને જોડશે.