માતા રાતે ઘરકામ કરતી હોવાથી પુત્રને ઊંઘવામાં ખલેલ પડતી હતી, ગુસ્સામાં હત્યા કરી નાખી
રમાબાઈ પિસાળ
લૅમિંગ્ટન રોડ પર રહેતા ૭૮ વર્ષની માતાને ચાકુના બાવીસ ઘા કરીને મારી નાખનારા ૬૪ વર્ષના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. માતા રાતના સમયે ઘરકામ કરતી હોવાથી તેને ઊંઘતી વખતે ખલેલ પડતી હતી એટલે ગુસ્સાના આવેશમાં મંગળવારે રાતે તેણે માતાની કરપીણ હત્યા કરી હતી. માતા રમાબાઈ નાથુ પિસાળની હત્યા માટે પુત્ર સુભાષ વાઘની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડમાં પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.