Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં દિવાળીના ફટાકડાને કારણે હવા અને ધ્વનિપ્રદૂષણમાં મોટો ઉછાળો

થાણેમાં દિવાળીના ફટાકડાને કારણે હવા અને ધ્વનિપ્રદૂષણમાં મોટો ઉછાળો

Published : 10 November, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

TMCના પૉલ્યુશન કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ થાણેમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૩૦ ઑક્ટોબરે ૯૫ હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ સોમવારે જણાવ્યું હતું કે દિવાળી દરમ્યાન ફટાકડા ફોડવાને કારણે સમગ્ર થાણે સિટીમાં હવા અને ધ્વનિપ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો.
TMCના પૉલ્યુશન કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ થાણેમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૩૦ ઑક્ટોબરે ૯૫ હતો, જે ૮ નવેમ્બરે લક્ષ્મી પૂજનના દિવસે વધીને ૧૫૦ પર પહોંચી ગયો હતો. આ દર્શાવે છે કે હવાની 
ગુણવત્તા ૫૭.૯ ટકા વધુ કથળી છે. આ માહિતી કાસારવડવલી, ઉપવન અને કોપરી ખાતે આવેલા મૉનિટરિંગ સ્ટેશનો પરથી એકત્રિત કરવામાં આવી હતી.

ધ્વનિપ્રદૂષણે પણ માઝા મૂકી
TMCએ જણાવ્યું કે દિવસ દરમ્યાન અવાજનું સ્તર દિવાળી પહેલાંના ૬૮.૮ ડેસિબલથી વધીને લક્ષ્મીપૂજનના દિવસે ૮૧.૩ ડેસિબલ થઈ ગયું હતું, જ્યારે રાત્રિના સમયે અવાજનું સ્તર ૫૮.૩ ડેસિબલથી વધીને ૮૧.૨ ડેસિબલ પર પહોંચી ગયું હતું. આ આંકડા રેસિડેન્શ્યલ વિસ્તારો માટે નિર્ધારિત સુરક્ષામર્યાદાઓ (દિવસ દરમ્યાન ૫૫ ડેસિબલ અને રાત્રિ દરમ્યાન ૪૫ ડેસિબલ) કરતાં ઘણા વધારે છે. 



મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના અનેક વિસ્તારોમાં વાયુપ્રદૂષણનું સ્તર ચિંતાજનક હદે વધી ગયું 


નવી મુંબઈમાં કલાકો સુધી સતત ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણના આંકડામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. નેરુલમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૫૬૭ અને ખારઘરમાં ૪૬૨ નોંધાયો છે.
૮ નવેમ્બરની રાત્રે લગભગ ૧૧.૪૧ વાગ્યે નેરુલમાં AQI ૫૬૭ અને ખારઘરમાં ૪૬૨ નોંધાયો હતો. આ બન્ને આંકડા જોખમી શ્રેણીમાં આવે છે. પરિસ્થિતિ માત્ર નવી મુંબઈ પૂરતી સીમિત નહોતી. AQI.in ના લાઇવ ડેટા મુજબ રાત્રે ૯.૩૪ વાગ્યે મુંબઈમાં AQI ૨૭૮ અને રાત્રે ૯.૩૯ વાગ્યે થાણેમાં ૨૯૮ નોંધાયો હતો. એવી જ રીતે કલ્યાણમાં રાત્રે ૧૧.૧૦ વાગ્યે AQI વધીને ૪૧૬ પર પહોંચી ગયો હતો જે એને જોખમી શ્રેણીમાં મૂકે છે.  મધ્યરાત્રિ પછી પણ ફટાકડા ફૂટતા રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. 

મુંબઈમાં ગઈ કાલે અલગઅલગ જગ્યાએ નોંધાયેલો AQI
બાંદરા- ખેરવાડી૨૬૪
બાંદરા-કુર્લા કૉમ્પ્લૅક્સ૨૩૧
દેવનાર૨૨૬
ચેમ્બુર૨૧૬
કોલાબા (નેવી નગર)૨૧૩
ઘાટકોપર૨૨૧
શિવાજી પાર્ક૧૭૧ 


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK