Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીજી છે ગ્રેટેસ્ટ પૉલિટિશ્યન : પ્રિયંકા ચતુર્વેદીએ કરેલા નિવેદનથી ખળભળાટ

નરેન્દ્ર મોદીજી છે ગ્રેટેસ્ટ પૉલિટિશ્યન : પ્રિયંકા ચતુર્વેદીએ કરેલા નિવેદનથી ખળભળાટ

Published : 22 October, 2024 12:50 PM | Modified : 22 October, 2024 12:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાઇરલ થયેલા વિડિયોમાં ઉદ્ધવ ઠાકરે જૂથનાં સંસદસભ્ય અને પ્રવક્તા વડા પ્રધાનનાં વખાણ કરતાં જોવા મળ્યાં

પ્રિયંકા ચતુર્વેદી

પ્રિયંકા ચતુર્વેદી


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ એક તરફ રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)નાં રાજ્યસભાનાં સંસદસભ્ય અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીનો એક વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો, જેમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. જોકે આ વિડિયો ક્યારનો છે એ જાણી નથી શકાયું, પણ આ વિડિયોથી ખળભળાટ મચી ગયો છે. વિડિયો એક ઇન્ટરવ્યુનો છે જેમાં સવાલ કરવામાં આવે છે કે તમને કયા રાજકારણી ગમે છે? એના જવાબમાં પ્રિયંકા ચતુર્વેદી કહે છે કે ‘હું કહીશ કે સૌથી ગ્રેટ રાજકારણી મોદીજી છે, કારણ કે તેમણે મતદારોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઘણીબધી જવાબદારી પોતાના શિરે લીધી છે. લોકસભાની ચૂંટણીમાં તેમને ઓછી બેઠક મળી એ ઠીક છે, પણ મોદીજીમાં કંઈ ઉલ્લેખનીય નથી એવું કહેવું મૂર્ખામી છે. ત્રીજી ટર્મમાં તેમની પાસે બહુમત નથી એટલે તેમનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે એની આપણે ગમે એટલી ચર્ચા કરીએ, પણ તેમણે BJPને એવી જગ્યાએ પહોંચાડી હતી જ્યાં BJP સ્વબળે સ્પષ્ટ બહુમત લઈને દેશની સૌથી મોટી પાર્ટી બની. મોદીની લહેર હતી એ માનવું પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2024 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK