બળાત્કાર સહિત પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલીમાં રહેતા ૧૯ વર્ષના વૈભવ જિતેન્દ્ર સિંહની ૮ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી છે. થાણે પોલીસના જણાવ્યા મુજબ તે બાળકી વૈભવની બહેન પાસે ટ્યુશન માટે આવતી હતી. બુધવારે તે જ્યારે ટ્યુશન માટે તેમના ઘરે ગઈ ત્યારે વૈભવ એકલો જ ઘરે હતો. તે બાળકીને બેડરૂમમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘરે આવીને બાળકીએ તેની મમ્મીને એ વિશે વાત કરી હતી. એથી તેની મમ્મીએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે વૈભવની ધરપકડ કરી હતી. તેની સામે બળાત્કાર સહિત પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.