સંજય રાઉતે હવે નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારતાં સેશન્સ કોર્ટે તેમને ૫૦,૦૦૦ રૂપિયાના જામીન મંજૂર કર્યા છે
સંજય રાઉત
પબ્લિક ટૉઇલેટના બાંધકામમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના સંજય રાઉતના આક્ષેપ સામે મેધા કિરીટ સોમૈયાએ કરેલા ૧૦૦ કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં નીચલી કોર્ટે સંજય રાઉતને દોષી ઠેરવી ૧૫ દિવસની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સંજય રાઉતે હવે નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારતાં સેશન્સ કોર્ટે તેમને ૫૦,૦૦૦ રૂપિયાના જામીન મંજૂર કર્યા છે. સંજય રાઉતે નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજીમાં નીચલી કોર્ટે આપેલો ચુકાદો બૅડ ઇન લૉ ઍન્ડ ઇમ્પ્રૉપર ઑન ફૅક્ટ ગણાવ્યો હતો.