S Jaishankar speaks on Mumbai Terror Attack: જ્યારે આપણે ઝીરો ટોલરન્સની વાત કરીએ છીએ તો તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જો કોઈ કંઈક કરશે તો તેને ચોક્કસ જવાબ આપવામાં આવશે." તેમણે કહ્યું, "આ ભારત આને સહન નહીં કરે. આ બદલાઈ ગયું છે."
એસ. જયશંકર (ફાઇલ તસવીર)
દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકર તેમના નિવેદનોને લીધે ચર્ચામાં રહે છે. હાલમાં એસ. જયશંકરે (S Jaishankar speaks on Mumbai Terror Attack) મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા નિવેદન આપ્યું હતું. મુંબઈ આતંકવાદી હુમલા અંગે ભારતે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કરી છે. વિદેશ મંત્રીએ રવિવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો ભવિષ્યમાં આવો કોઈ હુમલો થશે તો તેને સહન કરવામાં આવશે નહીં અને જડબાતોડ જવાબ આપવામાં આવશે. જયશંકરે કહ્યું, "જ્યારે આપણે શૂન્ય સહિષ્ણુતા વિશે વાત કરીએ છીએ, તેનો અર્થ એ છે કે ચોક્કસ જવાબ આપવામાં આવશે."
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, મુંબઈ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આતંકવાદ (S Jaishankar speaks on Mumbai Terror Attack) વિરોધીનું એક મહત્ત્વપૂર્ણ પ્રતીક છે તેમણે કહ્યું કે સમિતિની બેઠક એ જ હૉટલમાં યોજાઈ હતી જેને હુમલા દરમિયાન નિશાન બનાવવામાં આવી હતી. વિદેશ મંત્રીએ કહ્યું, "જ્યારે આપણે ઝીરો ટોલરન્સની વાત કરીએ છીએ તો તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જો કોઈ કંઈક કરશે તો તેને ચોક્કસ જવાબ આપવામાં આવશે." તેમણે કહ્યું, "આ ભારત આને સહન નહીં કરે. આ બદલાઈ ગયું છે."
ADVERTISEMENT
આગળ બોલતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ભારત વિશ્વમાં આતંકવાદ સામેની લડાઈમાં નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે હવે કોઈ વ્યક્તિ માટે દિવસ દરમિયાન ધંધો કરવો અને રાત્રે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવું અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રી જયશંકરે એમ પણ કહ્યું કે ભારત અને (S Jaishankar speaks on Mumbai Terror Attack) ચીન ટૂંક સમયમાં લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ શરૂ કરશે. તેમણે કહ્યું કે તે એપ્રિલ 2020 પહેલા જેવું જ રહેશે અને એવી અપેક્ષા છે કે ડેમચોક અને ડેપસાંગ જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
હાલમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં કરેલા પ્રવચનમાં કરતાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે બન્ને પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં સંદેશ આપતાં કહ્યું હતું કે સારા સંબંધો માટે ભરોસો હોવો જરૂરી છે, જો ભરોસો ન હોય તો કોઈ મતલબ નથી. બધા દેશોએ આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદથી બચવું પડશે. ઇસ્લામાબાદમાં આ શિખર સંમેલનમાં ભારતના ચાણક્ય મનાતા વિદેશપ્રધાન (S Jaishankar speaks on Mumbai Terror Attack) એસ. જયશંકરે બન્ને દેશોનાં નામ લીધાં વિના તેમને સ્પષ્ટ વાત જણાવી હતી. SCO ચાર્ટરમાં જણાવવામાં આવ્યું છે કે મેમ્બરોના ત્રણ મોટા દુશ્મન છે આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદ. આ ત્રણેયનો મુકાબલો કરવો પડશે. આ દુશ્મનો સામે લડવું પડશે. આ ત્રણ સામે લડવા માટે ઈમાનદાર વાતચીત, વિશ્વાસ, સારા પાડોશી અને SCO ચાર્ટર પર પ્રતિબદ્ધતા જરૂરી છે.