Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ક્રીટ વિરુદ્ધ કરન્ટ

કૉન્ક્રીટ વિરુદ્ધ કરન્ટ

Published : 20 May, 2026 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈનો મહત્ત્વાકાંક્ષી રોડ-કૉન્ક્રીટિંગ પ્રોજેક્ટ હવે અન્ડરગ્રાઉન્ડ કેબલના સમારકામ સાથે અથડાઈ રહ્યો છે, જેને કારણે BESTને ઝડપથી ઇલેક્ટ્રિસિટીના ફૉલ્ટ સુધારવા માટે મુશ્કેલી પડી રહી છે

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા શહેરમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ રીસ્ટોર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે કૉન્ક્રીટથી બનેલા રોડને કારણે તેમનું કામ મુશ્કેલ બન્યું છે. કેબલ રીસ્ટોરેશન કરતા તેમ જ કૉન્ક્રીટનો રોડ ખોદતા BESTના કર્મચારીઓ.

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા શહેરમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ રીસ્ટોર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે કૉન્ક્રીટથી બનેલા રોડને કારણે તેમનું કામ મુશ્કેલ બન્યું છે. કેબલ રીસ્ટોરેશન કરતા તેમ જ કૉન્ક્રીટનો રોડ ખોદતા BESTના કર્મચારીઓ.


મુંબઈમાં હાલ ચાલી રહેલી રોડ-કૉન્ક્રીટિંગની ઝુંબેશ હવે ઇલેક્ટ્રિસિટી જલદીથી રીસ્ટોર કરવા માટે આડખીલીરૂપ બની રહી છે. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે નવા બનેલા રસ્તાઓ ખોદવાની પરવાનગી મેળવવામાં વિલંબ થતો હોવાથી અન્ડરગ્રાઉન્ડ કેબલના ફૉલ્ટના સમારકામમાં ડિલે થઈ રહ્યું છે.

BESTના અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં વીજપુરવઠાની સમસ્યાઓ સંબંધિત ફરિયાદોમાં તીવ્ર વધારો થયો છે, જ્યારે રીસ્ટોરેશન ટીમો કૉન્ક્રીટ કરેલા રસ્તાઓ નીચે દટાયેલી અન્ડરગ્રાઉન્ડ લાઇનોને ઍક્સેસ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમસ્યા યુટિલિટી એજન્સીઓ અને સુધરાઈ વચ્ચે કો-ઑર્ડિનેશનના અભાવને કારણે ઉદ્ભવી છે જેને કારણે કેબલની ખામીને સુધારવા માટે દર વખતે BESTને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસેથી રોડ ખોદવાની પરવાનગી લેવાની ફરજ પડે છે. 



BESTના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘પહેલાં રસ્તો કે ફુટપાથ ખોદવાનું અને કેબલ તાત્કાલિક સુધારવાનું સરળ હતું, પરંતુ હવે રોડ-કૉન્ક્રીટાઇઝેશન સાથે પરવાનગીઓ મળતી નથી. વીજળી ટેમ્પરરી રીસ્ટોર કરવામાં આવી હોવા છતાં લગભગ ૨૫૦૦ ફરિયાદો ટેક્નિકલી અનઅટેન્ડેડ રહી છે. જો રોડ ખોદવાની મંજૂરી આપવામાં આવે તો જ આ ફરિયાદો પૂરી થઈ શકે એમ છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK