જોકે સંત ગાડગે મહારાજ ચોક અને વડાલા વચ્ચેની સર્વિસ સામાન્ય રહેશે
ફાઇલ તસવીર
આજે વડાલા અને ચેમ્બુર સ્ટેશન વચ્ચે મોનો રેલની સર્વિસ સવારે બંધ થવાની હોવાની સાથે રાતે ૮ વાગ્યા પછી એક કલાકના અંતરે સર્વિસ શરૂ થશે. જોકે સંત ગાડગે મહારાજ ચોક અને વડાલા સ્ટેશન વચ્ચેની સર્વિસ સામાન્ય રહેશે. આ ટ્રિપ્સ ૧૮ મિનિટના અંતરે ચાલુ રહેશે. આજે મોનોની કુલ ૧૧૪ ટ્રિપ દ્વારા પ્રવાસીઓને સર્વિસ આપવામાં આવશે. ૨૫ માર્ચે વડાલા અને ચેમ્બુર સ્ટેશન વચ્ચે એક કલાકના અંતરે મોનો સર્વિસ ચાલુ રહેશે. વડાલા અને સંત ગાડગે મહારાજ ચોક સ્ટેશન વચ્ચે ૧૮ મિનિટના અંતરે મોનો ટ્રિપ ચાલુ રહેશે. આ રીતે સોમવારે મોનોની કુલ ૧૪૭ ટ્રિપ દ્વારા પ્રવાસીઓને આ સર્વિસ પૂરી પાડવામાં આવશે. પ્રવાસીઓને અસુવિધા ટાળવા માટે રજાના દિવસોમાં મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. ૨૬ માર્ચથી મોનોરેલની સર્વિસ ફરી રેગ્યુલર કરવામાં આવશે.


