Rape in Nalasopara: પોલીસના જણાવ્યા મુજબ, બે આરોપીઓની ઓળખ જીતેન્દ્ર યાદવ અને અવિ જયસ્વાલ તરીકે કરવામાં આવી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર પોલીસે પાલઘર જિલ્લાના નાલાસોપારા વિસ્તારમાં સંતોષ ભવનમાં 32 વર્ષીય મહિલા પર સામૂહિક બળાત્કાર (Rape in Nalasopara) કરવા બદલ બે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, બે આરોપીઓની ઓળખ જીતેન્દ્ર યાદવ અને અવિ જયસ્વાલ તરીકે કરવામાં આવી છે. તુલિંજ પોલીસે, મહિલાના નિવેદનના આધારે, તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સમિતા (BNS) ની કલમ 70(1) અને 351(2) હેઠળ કેસ નોંધ્યો છે, અને તેમની ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી ચાલી રહી છે.
વધુ એક ઘટનામાં, 11 સપ્ટેમ્બરના રોજ, પાલઘર જિલ્લાના નાલાસોપારામાં (Rape in Nalasopara) ગણેશ ઉત્સવ બાદ ઘરે જઈ રહી હતી ત્યારે એક સગીર છોકરી પર કથિત રીતે બળાત્કાર કરવાના આરોપમાં બે પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 10 વર્ષની બાળકી નાલાસોપારા પૂર્વના શિરડીનગર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. યુવતી આ વિસ્તારમાં બાપ્પાના આગમનને જોવા માટે ગઈ હતી અને ત્યાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે બે લોકોએ તેને ઘર નજીકના રસ્તા પર રોકી હતી અને નિર્જન જગ્યાએ લઈ જઈ એક પછી એક તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક સમયથી મુંબઈ સહિત આખા દેશભરમાંથી રેપની ઘટનાઓ સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક ટ્રેની ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવતા આખા દેશમાં લોકો રોષે ભરાયા છે અને આરોપીઓને કડકથી કડક સજા આપવા માટે આંદોલન કરી રહ્યા છે. તેમ જ થાણેના બદલાપુરની સ્કૂલમાં (Rape in Nalasopara) બે માસૂમ બાળકીઓના શારીરિક શોષણની ઘટના તાજી છે ત્યાં અહીં એક યુવતીને બર્થ-ડે પાર્ટીમાં બોલાવીને તેના પર બે યુવકે બળાત્કાર કરવાની ચોંકાવનારી ઘટના બની છે. આઘાતજનક વાત એ છે કે પીડિતાની ખાસ ફ્રેન્ડે જ તેના પર બળાત્કાર કરવામાં મદદ કરી હતી. આ કેસમાં પોલીસે બળાત્કાર કરવાના આરોપસર બે યુવક અને તેમને મદદ કરનારી યુવતીની ધરપકડ કરી છે. બદલાપુર-ઈસ્ટ પોલીસે જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષની યુવતીની ઓળખાણ થોડા સમય પહેલાં શિરગાવમાં રહેતી ભૂમિકા નામની યુવતી સાથે થઈ હતી. બે દિવસ પહેલાં ભૂમિકાનો બર્થ-ડે હતો એટલે તેણે પોતાના ઘરે પાર્ટી રાખી હતી. એમાં તેણે પીડિતાને પણ બોલાવી હતી. અહીં ભૂમિકાએ પીડિતાને ડ્રિન્કમાં નશીલો પદાર્થ મિક્સ કરીને આપતાં તે બેહોશ થઈ ગઈ હતી. એ સમયે ભૂમિકાના શિવમ રાજે અને સંતોષ રૂપવતેએ પીડિતા પર બળાત્કાર કર્યો હોવાનું તે જાગી ત્યારે જણાયું હતું. તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મેડિકલ-ટેસ્ટમાં બળાત્કાર થયો હોવાનું જણાયું હતું એટલે ત્રણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.’