New Cabinet Ministers: આજે 30 સાંસદો પણ મંત્રી તરીકે આજે શપથ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના કયા નેતાને કયું મંત્રીપદ સોંપવામાં આવે છે, એની પર સૌની નજર છે.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ડો. શિંદેને મંત્રી પદ મળવાના દાવાને એકનાથ શિંદેએ ફગાવ્યો
- આ વખતે કેન્દ્ર સરકારમાં મહારાષ્ટ્રનો મોટો હિસ્સો હોઈ શકે છે
- નીતિન ગડકરી ગઈ સરકારમાં પરિવહન મંત્રી તરીકેની ફરજ બજાવતા હતા
NDAને લોકસભા ચૂંટણીમાં જ્યારે બહુમતી મળી છે ત્યારે આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર 30 સાંસદો પણ મંત્રી (New Cabinet Ministers) તરીકે આજે શપથ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પણ આ સાથે જ સૌની નજર મહારાષ્ટ્રને કયું ખાતું મળે છે તેની પર વધારે રહેશે.
શા માટે મહારાષ્ટ્ર પર સૌની છે નજર?
ADVERTISEMENT
તમને જનવાઈ દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટીએ કૂળ સાત બેઠકો પોતાને નામે કરી છે. ત્યારે અજિત પવાર જૂથે માત્ર 1 બેઠક જીતી છે અને ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષ માત્ર 9 બેઠકો જીતી શક્યો છે. માટે જ રાજ્યમાં કોને કયા મંત્રીપદો સોંપવામાં આવે છે, એની પર સૌની નજર છે. સાંસદ (New Cabinet Ministers) ડો. શિંદે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેથી તેમને મંત્રી પદ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, એકનાથ શિંદેએ આ દાવાને ફગાવી દીધો હતો.
આ નેતાઓને પીએમના ફોન આવ્યા હોવાના અહેવાલ છે, કોના કોના નામની ચર્ચા થઈ રહી છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કેબિનેટમાં મહારાષ્ટ્રના ઘણા સાંસદોનો સમાવેશ થવા જઈ રહ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે કેન્દ્ર સરકારમાં મહારાષ્ટ્રનો મોટો હિસ્સો હોઈ શકે છે. વાસ્તવમાં નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ સિવાય ઘણા સાંસદોને પાર્ટી તરફથી મંત્રી બનવાના ફોન આવ્યા હોવાના પણ અહેવાલ છે. તેમાં મહારાષ્ટ્રની બુલઢાણા બેઠક પરથી શિવસેનાના સાંસદ પ્રતાપરાવ જાધવ, રક્ષા ખડસે અને મહારાષ્ટ્રની રાવર બેઠકના સાંસદ રામદાસ આઠવલેનો પણ સમાવેશ થતો હોવાની વાત મળી છે.
આ નેતાઓ (New Cabinet Ministers)ની વાત કરવામાં આવે તો નીતિન ગડકરી ગઈ સરકારમાં પરિવહન મંત્રી તરીકેની ફરજ બજાવતા હતા. આ સાથે જ પીયૂષ ગોયલે રેલ્વે મંત્રાલયનો કારભાર સંભાળ્યો હતો. રામદાસ આઠવલે સામાજિક ન્યાય અને સશક્તિકરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી હતા. અને આ સિવાય જે રક્ષા ખડસેનું નામ ચર્ચાઇ રહ્યું છે તેઑ પણ આ વખતે રાવર બેઠક પરથી જીત મેળવીને હેટ્રિક કરી રહ્યા છે.
એવા પણ અહેવાલ છે કે મુખ્યમંત્રીએ બુલઢાણાના સાંસદ પ્રતાપરાવ જાધવ અને શ્રીરંગ બાર્નેના નામ પસંદ કર્યા હોય શકે છે. જેઓ સતત ત્રીજી વખત ચૂંટાયા છે. આ નામો અંગે મુખ્યમંત્રીએ પક્ષના વરિષ્ઠ નેતાઓ (New Cabinet Ministers) સાથે વાતચીત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અંતે તો હવે જોવું રહ્યું કે આ નેતાઓને મંત્રીપદ મળે છે કે નહીં અને મળે છે તો કયો કારભાર સોંપવામાં આવશે?

