વાણીસ્વાતંય પર તરાપ અને અમેરિકાથી ભારતીયોને જે રીતે ડિપૉર્ટ કરવામાં આવ્યા એના વિરોધમાં જિતેન્દ્ર આવ્હાડ હાથકડી પહેરીને વિધાનભવનમાં આવ્યા
ગઈ કાલે વિધાનભવનમાં હાથકડી પહેરીને આવેલા જિતેન્દ્ર આવ્હાડ.
ગઈ કાલે મુંબઈમાં શરૂ થયેલા મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના મુમ્બ્રા-કલવા બેઠકના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ હાથકડી પહેરીને વિધાનભવનમાં પહોંચ્યા હતા. જિતેન્દ્ર આવ્હાડે પત્રકારોને કહ્યું હતું કે ‘રાજ્યમાં કોઈને કંઈ બોલવા દેવામાં નથી આવતું. વાણીસ્વાતંય પર આ તરાપ છે. આ સિવાય અમેરિકામાં ભારતીયો પર અન્યાય થઈ રહ્યો છે અને તેમને બંધક બનાવીને ભારત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં કોઈ ભારતીય સુરક્ષિત નથી. આમ છતાં સરકાર અમેરિકાના વિરોધમાં કંઈ નથી બોલી રહી.’
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગેરકાયદે ગયેલા ભારતીયોને અમેરિકા હાથકડી અને પગમાં બેડી પહેરાવીને ડિપૉર્ટ કરી રહી છે એના વિરોધમાં વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે હાથકડી પહેરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.


