Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Nagpur: `ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર પણ આરોપી, નુકસાનનું વળતર...` ઍક્શનમાં CM ફડણવીસ

Nagpur: `ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર પણ આરોપી, નુકસાનનું વળતર...` ઍક્શનમાં CM ફડણવીસ

Published : 22 March, 2025 06:01 PM | Modified : 23 March, 2025 06:58 AM | IST | Nagpur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાગપુર હિંસા પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "જે પણ નુકસાન થયું છે, તેનું વળતર બળવાખોરો પાસેથી લેવામાં આવશે. જો તે પૈસા નહીં આપે, તો તેમની સંપત્તિ વેચીને વસૂલ કરવામાં આવશે. જ્યાં જરૂર પડશે, ત્યાં બુલડોઝર પણ ચલાવવામાં આવશે."

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)


નાગપુર હિંસા પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "જે પણ નુકસાન થયું છે, તેનું વળતર બળવાખોરો પાસેથી લેવામાં આવશે. જો તે પૈસા નહીં આપે, તો તેમની સંપત્તિ વેચીને વસૂલ કરવામાં આવશે. જ્યાં જરૂર પડશે, ત્યાં બુલડોઝર પણ ચલાવવામાં આવશે."


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શહેરમાં કાયદા વ્યવસ્થા સંબંધે નાગપુર પોલીસ મુખ્યાલયમાં સમીક્ષા બેઠક કરી. નાગપુર હિંસા બાદ થયેલી કાર્યવાહી પર બોલતા ફડણવીસે કહ્યું કે સોશિયલ મીડિયા પર અફવાને કારણે સ્થિતિ બગડી. અમે બળવાકોરોની ઓળખ કરી લીધી છે. અમે નુકસાનની ભરપાઈ પણ તેમની પાસેથી જ કરાવીશું. જે લોકોએ પણ પોલીસને નિશાન બનાવ્યો, તે ઉપદ્રવીઓને હવે પરિણામ ભોગવવા પડશે. તેમણે એ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ પર પણ સકંજો કસવામાં આી રહ્યો છે. આવી પોસ્ટ કરનારા પણ આરોપી જ માનવામાં આવશે. અત્યાર સુધી અમે એવી અનેક પોસ્ટ ખસેડી ચૂક્યા છે. હવે દોષીઓને છોડવામાં નહીં આવે.



`પોલીસકર્મીઓ પરના હુમલા સહન નહીં થાય`
નાગપુર હિંસા અંગે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પોલીસકર્મીઓ પર હુમલા સહન કરવામાં આવશે નહીં. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શું નાગપુર હિંસામાં કોઈ વિદેશી કે બાંગ્લાદેશી એંગલ હતો? આ કહેવું અત્યારે ખૂબ જ વહેલું ગણાશે. તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે મહિલા પોલીસ કોન્સ્ટેબલો પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે છેડતીના અહેવાલો સાચા નથી. ફડણવીસે પત્રકાર પરિષદમાં કહ્યું કે તાજેતરની હિંસાના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત પ્રભાવિત થશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે નાગપુર હિંસાને ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા કહેવું ખોટું છે. આમાં કોઈ રાજકીય દ્રષ્ટિકોણ નથી.


નાગપુરમાં બનેલી ઘટનાની પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા
ફડણવીસે કહ્યું, `આજે મેં પોલીસ અધિકારીઓ સાથે નાગપુરમાં બનેલી ઘટનાની સમીક્ષા કરી. આ દરમિયાન, સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવી હતી અને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સવારે ઔરંગઝેબના મકબરાની પ્રતિકૃતિ સળગાવી દેવામાં આવી. આ અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, પરંતુ કુરાનની એક શ્લોક તેના પર લખેલો હોવાની અફવા ફેલાતાં લોકો એકઠા થઈ ગયા હતા. ટોળાએ પત્થરમારો અને આગચંપીનો આશરો લીધો. પોલીસે સાવચેતીના પગલાં લીધાં. સીસીટીવી ફૂટેજના આધારે તોફાનીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧૨ સગીરો સહિત ૧૦૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વધુ લોકોની ધરપકડ કરશે. રમખાણોમાં સામેલ અથવા તોફાનીઓને મદદ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓને પણ સહ-આરોપી બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં 68 સોશિયલ મીડિયા પોસ્ટ ઓળખી કાઢવામાં આવી છે અને દૂર કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2025 06:58 AM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK