Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપુરની ઈશ્વરી પાંડેએ રચ્યો ઇતિહાસ : પાલ્ક સ્ટ્રેટ પાર કરનારી વિશ્વની પ્રથમ બ્લાઇન્ડ સ્વિમર બની

નાગપુરની ઈશ્વરી પાંડેએ રચ્યો ઇતિહાસ : પાલ્ક સ્ટ્રેટ પાર કરનારી વિશ્વની પ્રથમ બ્લાઇન્ડ સ્વિમર બની

Published : 10 April, 2026 09:27 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સતત ૧૧ કલાક ૧૫ મિનિટના સ્વિમિંગ બાદ તે બપોરે ૩.૧૫ વાગ્યે ધનુષકોડીના અરિચલમુનાઈ પૉઇન્ટ પર પહોંચી હતી

ઈશ્વરી સંપૂર્ણપણે જોઈ ન શકતી હોવા છતાં આ સાહસ ખેડનારી વિશ્વની પ્રથમ સ્વિમર બની ગઈ છે.

ઈશ્વરી સંપૂર્ણપણે જોઈ ન શકતી હોવા છતાં આ સાહસ ખેડનારી વિશ્વની પ્રથમ સ્વિમર બની ગઈ છે.


મહારાષ્ટ્રના નાગપુરની ૧૭ વર્ષની જોઈ ન શકતી સ્વિમર ઈશ્વરી પાંડેએ સોમવારે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્ક સ્ટ્રેટ (પાલ્ક સામુદ્રધુની) સફળતાપૂર્વક પાર કરીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. આ સાથે જ ઈશ્વરી સંપૂર્ણપણે જોઈ ન શકતી હોવા છતાં આ સાહસ ખેડનારી વિશ્વની પ્રથમ સ્વિમર બની ગઈ છે.

ઈશ્વરીએ સોમવારે પરોઢિયે ૪ વાગ્યે શ્રીલંકાના તલાઈમન્નાર નજીક ઉરમાલાઈ પૉઇન્ટથી પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. સમુદ્રના તોફાની પ્રવાહ, ભરતી-ઓટના પડકારો અને ઝેરી જેલી ફિશનાં જોખમો વચ્ચે સતત ૧૧ કલાક ૧૫ મિનિટના સ્વિમિંગ બાદ તે બપોરે ૩.૧૫ વાગ્યે ધનુષકોડીના અરિચલમુનાઈ પૉઇન્ટ પર પહોંચી હતી.



જન્મથી જ દૃષ્ટિહીન હોવા છતાં ઈશ્વરીએ પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ અને માનસિક મજબૂતીના જોરે આ સિદ્ધિ હાંસલ કરી છે. કમલેશ અને અરુણા પાંડેની પુત્રી ઈશ્વરીએ તેના આંતરરાષ્ટ્રીય કોચ સંજય બટવેના માર્ગદર્શન હેઠળ આ સફળતા મેળવી છે. આ ઐતિહાસિક ઇવેન્ટનું આયોજન નાગપુરના શાર્ક ઍક્વેટિક સ્પોર્ટિંગ અસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. તેની આ સફર દરમ્યાન નિષ્ણાત તરવૈયાઓની ટીમ તેની સાથે રહી હતી. એમાં ભાવિ રાજગીરે, ઇશાંત પાંડે, સંદીપ વૈદ્ય, નીરવ પંડ્યા અને ડૉ. અભય રાજગીરેનો સમાવેશ થાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 09:27 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK