નવી મુંબઈ (Navi Mumbai)નગર નિગમના શહેરી વિસ્તારમાં વિસ્તૃત સર્વેક્ષણ બાદ પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી 524 ઈમારતોને ખતરનાક એટલે કે જોખમી ઘોષિત કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ (Navi Mumbai)નગર નિગમના શહેરી વિસ્તારમાં વિસ્તૃત સર્વેક્ષણ બાદ પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી 524 ઈમારતોને ખતરનાક એટલે કે જોખમી ઘોષિત કરવામાં આવી છે. નગર નિગમે ગુરુવારે આ અંગે જાણકારી આપી છે.
નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રાજેશ નાર્વેકરે જારી કરેલી પ્રેસ રિલીઝ મુજબ, 524 ઈમારતોમાંથી 61 ઈમારતો C-1 શ્રેણીમાં આવે છે (સૌથી ખતરનાક, રહેઠાણ માટે અયોગ્ય અને તાત્કાલિક તોડી પાડવાની જરૂર ). જ્યારે 114 C-2A શ્રેણીમાં આવે છે (ઇવેક્યુએશન અને માળખાકીય સમારકામની જરૂર છે), 300 C-2B (ખાલી કર્યા વિના સમારકામની જરૂર છે) અને 49 C-3 (નાના સમારકામની જરૂર છે).
ADVERTISEMENT
આ પણ વાંચો: મુંબઈથી નવી મુંબઈ હવે ફક્ત ૨૦ મિનિટમાં જ જઈ શકાશે
નાગરિક સંસ્થાના જણાવ્યા અનુસાર, C-1 કેટેગરીમાં આવતી ઇમારતોને વીજળી અને પાણીનો પુરવઠો તરત જ કાપી નાખવામાં આવશે. આ ઇમારતોને તાત્કાલિક તોડી પાડવામાં આવશે.
રીલીઝ મુજબ, જોખમી ઈમારતોના માલિકો અને રહેવાસીઓને કોઈપણ અકસ્માત અને જાનહાનિ ટાળવા માટે જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. C-1 સિવાયની કેટેગરીની ઇમારતોને સમારકામની જરૂર છે, જે પછી નાગરિક સંસ્થા તેમને ફિટનેસનું પ્રમાણપત્ર આપશે અને પછી લોકો ફરીથી તેમાં રહેવા માટે સક્ષમ બનશે.