દેશના ઉત્તરીય ભાગોમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરની સ્થિતિ છે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ (Mumbai) અને આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોને ઠંડીની સીઝનમાં (Mumbai Winter) ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, આ દરમિયાન રાહતની વાત એ છે કે ડિસેમ્બરના અંત સુધીમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.
દેશના ઉત્તરીય ભાગોમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરની સ્થિતિ છે. મુંબઈ સહિત દેશના અન્ય ભાગોમાં ઉત્તર દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 4-5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ‘ખૂબ જ ગાઢ’ ધુમ્મસની સંભાવના છે. સાથે-સાથે કોલ્ડવેવની સ્થિતિ પણ છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જ્યારે પંજાબ અને તેને અડીને આવેલા હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 2°C થી 4°C વચ્ચે રહેશે.
આ વર્ષે મુંબઈ અત્યંત ઊંચા તાપમાનનો અનુભવ કરી રહ્યું છે. પરિણામે ગરમ અને ભેજવાળું હવામાન છે. જોકે, આપણે લગભગ ડિસેમ્બરના અંત સુધી પહોંચી ગયા છીએ. શહેરમાં ગયા સપ્તાહે શુક્રવાર અને શનિવારે દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન અનુક્રમે 35.5 અને 35.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, મહિનાના અંત સુધીમાં તાપમાનમાં ઘટાડો થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: ઠંડીમાં ગરમીનો અહેસાસ કેમ?
અગાઉ ગયા અઠવાડિયે શુક્ર અને શનિવારે આખા દેશમાં મહત્તમ તાપમાન મુંબઈમાં અનુક્રમે ૩૫.૪ અને ૩૫.૯ ડિગ્રી નોંધાયું હતું. જોકે વેધશાળાના કહેવા અનુસાર આ ગરમીનો માહોલ લાંબો ટકશે નહીં. લગભગ ૧૦થી ૧૨ દિવસમાં ગરમી ઓછી થઈ જશે અને ધીમે-ધીમે ઠંડીનો માહોલ સર્જાતો જશે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો મુંબઈગરા ન્યુ યર ખરેખર ગુલાબી ઠંડીમાં માણી શકશે.