ઉબર દ્વારા છેલ્લાં ૯ વર્ષથી વાર્ષિક ધોરણે લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ઇન્ડેક્સ બહાર પડે છે. તાજેતરમાં બહાર પડેલા નવમા વાર્ષિક ઇન્ડેક્સમાં ઉબરની રાઇડમાં સૌથી વધુ ચીજો ભૂલી જનારા મુંબઈગરાઓ છે. ભૂલવાની બાબતમાં મુંબઈગરાઓ દિલ્હીવાસીઓથી આગળ નીકળી ગયા છે.
પ્રતીકાત્મક તસવીર
ઉબર દ્વારા છેલ્લાં ૯ વર્ષથી વાર્ષિક ધોરણે લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ઇન્ડેક્સ બહાર પડે છે. તાજેતરમાં બહાર પડેલા નવમા વાર્ષિક ઇન્ડેક્સમાં ઉબરની રાઇડમાં સૌથી વધુ ચીજો ભૂલી જનારા મુંબઈગરાઓ છે. ભૂલવાની બાબતમાં મુંબઈગરાઓ દિલ્હીવાસીઓથી આગળ નીકળી ગયા છે. દિલ્હી બીજા નંબરે અને પુણે ત્રીજા નંબરે ભુલક્કડ બન્યું છે. ચોથા અને પાંચમા નંબરે બૅન્ગલોર અને કલકત્તા શહેર છે. મેટ્રો સિટીની વાત કરીએ તો હૈદરાબાદના લોકો સૌથી વધુ ચોકસાઈભર્યા છે.
ઉબરમાં સામાન્ય રીતે ફોન, પર્સ, ઇઅરફોન્સ, પાણીની બૉટલ, ચાવી અને સનગ્લાસિસ ભુલી જનારા લોકોની સંખ્યા અધધધ છે, પરંતુ એવી પણ કેટલીક ચીજો છે જે ભુલાઈ જાય તો વ્યક્તિ મુસીબતમાં મુકાઈ શકે છે. આવી વિચિત્ર ચીજોની યાદીમાં કોઈ લગ્નની સાડી, ૨૫ કિલો ઘીનો ડબ્બો, કુકિંગ સ્ટવ અને હવનકુંડ જેવી ચીજો પણ ભુલી ચૂક્યા છે. અત્યંત રૅર અનયુઝ્વલ ચીજોમાં વાંસળી, નકલી વિગ, ટેલિસ્કોપ, અલ્ટ્રાસોનિક ડૉગ બાર્ક કન્ટ્રોલર જેવી ચીજો પણ લોકો ભૂલી ગયા છે.
૨૦૨૪માં આ ત્રણ દિવસે સૌથી વધુ ચીજો ભુલાયેલી
૧. ત્રીજી ઑગસ્ટ, શનિવાર
૨. ૨૮ સપ્ટેમ્બર, શનિવાર
૩. ૧૦ મે, શુક્રવાર, અક્ષય તૃતીયા

