Mumbai Suicide: અફેરને લીધે મહિલાએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ કેસ સેન્ટ્રલ મુંબઈના પ્રતીક્ષા નગરમાં બન્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
Mumbai Suicide: મુંબઈમાંથી હચમચાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. તેની આ આત્મહત્યા સામે તેના ૩૦ વર્ષના દિયર સામે કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૪૫ વર્ષની એક મહિલાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું. અફેરને લીધે મહિલાએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ કેસ સેન્ટ્રલ મુંબઈના પ્રતીક્ષા નગરમાં બન્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દિયર ઘરમાં જ હતો પણ મહિલાને ન બચાવી
ADVERTISEMENT
અહેવાલો અનુસાર મહિલાએ શનિવારે સાંજે કથિત રીતે તેમના સહિયારા નિવાસસ્થાને પોતાનું જીવન ટૂંકાવી (Mumbai Suicide) લીધું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેની દીકરી કામ પરથી ઘરે આવી. આ કેસમાં જાણવા મળ્યું હતું કે દીકરીએ ઘરે આવીને જોયું તો તે જોઇને દંગ રહી ગઈ. તેની માતાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં પડેલો હતો. છોકરીએ જયારે મહિલાના દિયરને પૂછ્યું ત્યારે તે માત્ર જોઈ રહ્યો છે. દીકરીએ તરત પડોશીઓને આ મામલે જાણ કરી. મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકને (Mumbai Suicide) તેના દિયર સાથે અફેર હતું. વળી, આ મહિલા ઈચ્છતી હતી કે તેનો દિયર તેની સાથે લગ્ન કરી લે. મહિલા છેલ્લાં સત્તર વર્ષથી અહીં તેના પરિવાર સાથે રહેતી હતી. મહિલાની દીકરી અને તેના પિતા દરરોજ સવારે કામ પર જતા હતા અને સાંજે પરત ફરતા હતા. મહિલા ફ્રીલાન્સ માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી. વડાલા ટક ટર્મિનલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાના બોયફ્રેન્ડ યાદવ પર હત્યાના ગુનામાં કેસ નોંધવામાં આવ્યો હતો કારણ કે તે મહિલાની સાથે ઘરની અંદર જ હતો પરંતુ તેણે મહિલાને આત્મહત્યા કરતા બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો અને ન તો તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ કેસ સેન્ટ્રલ મુંબઈના પ્રતીક્ષા નગરમાં બની છે અને આ કેસમાં જે આરોપી છે તેનું નામ સારસ્વત અરવિંદ યાદવ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
(Mumbai Suicide: વડાલા ટ્રક ટર્મિનસ પોલીસે મહિલાની દીકરીની ફરિયાદ પર મહિલાના દિયર સામે કેસ નોંધ્યો છે. મોબાઇલ ચેટમાંથી એવું જાણવા મળ્યું હતું કે મહિલાને દિયર સાથે લગ્નેત્તર સંબંધ હોવાના સંકેત મળ્યા બાદ આ કેસમાં અલગ વળાંક આવ્યો છે. આ હત્યા હતી કે આત્મહત્યા તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે તપાસ ચાલુ છે અને આ કેસમાં સત્ય બહુ જ જલ્દી બહાર આવશે.


