Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈનું પહેલવહેલું ભાઉ દાજી લાડ મ્યુઝિયમ જનતા માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું

મુંબઈનું પહેલવહેલું ભાઉ દાજી લાડ મ્યુઝિયમ જનતા માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું

Published : 09 January, 2025 10:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈનું આ સૌપ્રથમ ભાઉ દાજી લાડ મ્યુઝિયમ નવેસરથી બનીને તૈયાર થઈ ગયું છે એ મુંબઈમાં આવતા પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે

ગઈ કાલે ભાઉ દાજી લાડ મ્યુઝિયમના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ટૂરિઝમ અને સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મંગલપ્રભાત લોઢા, BMCના ઍડ્‍મિનિસ્ટ્રેટર-કમ-કમિશનર ભૂષણ ગગરાણી અને શિવસેનાના સંસદસભ્ય મિલિન્દ દેવરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર - અતુલ કાંબળે)

ગઈ કાલે ભાઉ દાજી લાડ મ્યુઝિયમના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ટૂરિઝમ અને સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મંગલપ્રભાત લોઢા, BMCના ઍડ્‍મિનિસ્ટ્રેટર-કમ-કમિશનર ભૂષણ ગગરાણી અને શિવસેનાના સંસદસભ્ય મિલિન્દ દેવરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર - અતુલ કાંબળે)


ભાયખલામાં રાણીબાગની બાજુમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેટ કરવામાં આવેલું મુંબઈનું પહેલવહેલું ભાઉ દાજી લાડ મ્યુઝિયમ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘આ મ્યુઝિયમ સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રતીક હોવાની સાથે સમાજની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંરચનાનું સાક્ષી છે. ભાવિ પેઢીને આપણો સંપન્ન ઇતિહાસ, વારસો સમજવા માટે મ્યુઝિયમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મુંબઈનું આ સૌપ્રથમ ભાઉ દાજી લાડ મ્યુઝિયમ નવેસરથી બનીને તૈયાર થઈ ગયું છે એ મુંબઈમાં આવતા પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આનાથી મુંબઈ સહિત રાજ્યના પર્યટનને પ્રોત્સાહન મળશે.’





મ્યુઝિયમમાં રાખવામાં આવેલી ઐતિહાસિક ધરોહરોને નિહાળી રહેલા લોકો.

 


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2025 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK