જોકે આજથી તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા વેધશાળાએ વ્યક્ત કરી છે.
ગોરેગામમાં ગઈ કાલે બપોરે સૂર્યના પ્રકોપથી બચવાની કોશિશ કરી રહેલી ત્રણ મહિલાઓ. (તસવીર: અનુરાગ અહિરે)
મંગળવારની જેમ ગઈ કાલે પણ મુંબઈમાં યલો અલર્ટ વેધશાળાએ જાહેર કરી હતી અને એવી આગાહી કરી હતી કે મુંબઈમાં તાપમાનનો પારો ૩૯ ડિગ્રીની આસપાસ રહેશે. વેધર બ્યુરોની ગઈ કાલની આગાહી ઑલમોસ્ટ સાચી પડી હતી અને મુંબઈમાં પારો ૩૮.૬ ડિગ્રી રહ્યો હતો. મંગળવારની જેમ ગઈ કાલે પણ બપોરે પંખામાંથી ગરમ હવા આવતી હતી. જોકે આજથી તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા વેધશાળાએ વ્યક્ત કરી છે.


