Mumbai-Pune Expressway: હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા આ એક્સપ્રેસ વે પર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વેની ફાઇલ તસ્વીર
કી હાઇલાઇટ્સ
- એક્સપ્રેસ વે પર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ હાથ ધરવામાં આવશે
- આજે બપોરે 1.30થી 3.30 વાગ્યા દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસ વે બંધ
- વાહનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવશે
આજે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા આ એક્સપ્રેસ વે પર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
આજ કામગીરીના કારણે આજે ગુરુવારે બપોરે ત્રણ કલાક સુધી હાઈવે પર આવેલા પોલીસ સ્ટેશન પલાસપેની હદમાં મુંબઈ રૂટ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેવાનો છે. માટે જ સમયગાળા દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway) પર ટ્રાફિક જામ ટાળવા માટે તેમજ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને કોઈ પણ હાલાકી ન ભોગવવી પડે એ માટે હાઇવે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગો પસંદ કરી લીધા છે.
ADVERTISEMENT
આજે બપોરે 1.30થી 3.30 વાગ્યા દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મુંબઈ તરફના હાઈવે પોલીસ સ્ટેશન પલાસ્પની હદમાં કામ હાથ ધરવામાં આવશે. તેથી હાઈવે ટ્રાફિક પોલીસે આ સમયગાળા દરમિયાન મુંબઈ રૂટ પર તમામ પ્રકારના વાહનોના ટ્રાફિકને રોકવાનો નિર્ણય લીધો છે. આ અંગેનો પરિપત્ર રાજ્ય પરિવહન વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક રવિન્દ્ર કુમાર સિંગલ દ્વારા જારી કરવામાં આવ્યો છે.
કયા પ્રકારનું કામ હાથ ધરવામાં આવનાર છે?
ગુરુવારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) મુંબઈ ચેનલ પર 9.800 કી. મી (પનવેલ એક્ઝિટ) અને 29.400 કી. મી (ખાલાપુર ટોલ પ્લાઝા અને માદપ ટનલ વચ્ચે) એક્સપ્રેસવે પર હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ગેન્ટ્રી સ્થાપિત કરવામાં આવનાર છે. આ કામગીરી ગુરુવારે બપોરે 1.30થી 3.30 દરમિયાન કરવામાં આવશે. આ કામ દરમિયાન મુંબઈ તરફ જતા માર્ગ પર તમામ વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, જેથી કાર્યમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય.
કયા વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યા છે?
આ ટ્રાફિક બ્લોક દરમિયાન પુણેથી મુંબઈ જતાં વાહનો અને બસો ખોપોલી એક્ઝિટ કિમી 39.800થી ડાયવર્ટ કરવામાં આવશે અને ખોપોલી શહેર થઈને જૂના પુણે મુંબઈ હાઈવે (Mumbai-Pune Expressway) પરથી નેશનલ હાઈવે નંબર 48 જશે અને પછી શેડુંગ ટોલ રોડ થઈને મુંબઈ ચેનલ પર જશે.
અને પુણેથી મુંબઈ જતા હળવા અને ભારે વાહનો ખાલાપુર ટોલ નાકા પરની છેલ્લી ડાબી લેનથી ખાલાપુર બહાર નીકળશે અને ખાલાપુર શહેરથી નેશનલ હાઈવે નંબર 48 જુના પુણે મુંબઈ હાઈવે શેડુંગ ટોલ નાકા થઈને મુંબઈ ચેનલ પર જશે.
મુસાફરોને આ સૂચના આપવામાં આવી છે.
Mumbai-Pune Expressway: મુસાફરોને ટ્રાફિક બ્લોક વિશે માહિતગાર રહેવા અને નિર્દિષ્ટ સમયગાળા દરમિયાન સરળ અને મુશ્કેલી મુક્ત મુસાફરીની ખાતરી કરવા માટે ભલામણ કરેલ વૈકલ્પિક માર્ગોને અનુસરવા વિનંતી કરવામાં આવે છે. જેથી આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.