મુંબઈ : પ્રાઇવેટ ડૉક્ટરોએ હવે આપવી પડશે ટીબીના પેશન્ટની માહિતી
ફાઈલ તસવીર
ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની સૂચના મુજબ ટીબીના દરેક પેશન્ટની નોંધ અને સારવાર કરવી ફરજિયાત કરવામાં આવી છે. એથી ટીબીના પેશન્ટ વિશે માહિતી ન આપવા બદલ પ્રાઇવેટ ડૉક્ટરો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની તૈયારી વસઈ-વિરાર મહાનગરપાલિકાએ કરી છે. એ અનુસાર સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં આવતા પેશન્ટમાં ટીબીનાં કોઈ પણ લક્ષણો દેખાય તો એની માહિતી આરોગ્ય વિભાગને આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ટીબીના પેશન્ટ વિશે માહિતી ન આપવા બદલ પ્રાઇવેટ ડૉક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે એવી સ્પષ્ટતા વસઈ-વિરાર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

