મુંબઈ પોલીસની ટીમે પહેલી વાર આમ્બિવલીની અંદર જઈને આરોપીને પકડ્યો હતો
પોલીસોની બહાદુરીને બિરદાવાઈ
ચેઇન-સ્નૅચિંગ, ચોરી, લૂંટ અને બનાવટી પોલીસ બનીને મુંબઈગરાઓને છેતરતી ઈરાની ગૅન્ગના અડ્ડા ગણાતા આમ્બિવલીમાં જઈને રીઢા ગુનેગાર સાંગાને જીવના જોખમે પકડી લાવનાર મુંબઈ પોલીસની ૨૬ જણની ટીમની બહાદુરીને મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસળકરે બિરદાવી હતી. મુંબઈ પોલીસની ટીમે પહેલી વાર આમ્બિવલીની અંદર જઈને આરોપીને પકડ્યો હતો. એથી ટીમને એક લાખ રૂપિયાનું ઇનામ તથા દરેક ટીમ મેમ્બરને સ્મૃતિચિહ્ન અને અપ્રિસિએશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.