તાત્કાલિક આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સાઇબર ટીમે કૅબનો પત્તો લગાવ્યો હતો
આઝાદ મેદાન પોલીસે ગ્રીક ટૂરિસ્ટનો ખોવાયેલો એક લાખ રૂપિયાનો આઇફોન માત્ર ૩૦ મિનિટમાં જ શોધી આપ્યો હતો
આઝાદ મેદાન પોલીસે ગ્રીક ટૂરિસ્ટનો ખોવાયેલો એક લાખ રૂપિયાનો આઇફોન માત્ર ૩૦ મિનિટમાં જ શોધી આપ્યો હતો. બિઝનેસ-ટ્રિપ માટે પહેલી વાર મુંબઈ આવેલો અને કોલાબાની હોટેલમાં રોકાયેલો ગ્રીક ટૂરિસ્ટ આઇફોન કૅબમાં જ ભૂલી ગયો હતો. તેણે તાત્કાલિક આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સાઇબર ટીમે કૅબનો પત્તો લગાવ્યો હતો. એના ડ્રાઇવરને ફોન કરતાં ડ્રાઇવરે આઝાદ મેદાન પોલીસને આઇફોન પરત કર્યો હતો. ૩૦ મિનિટમાં જ ગ્રીક ટૂરિસ્ટને તેનો ફોન પાછો મળી ગયો હતો.
