મેટ્રોના મેઇન ઇન ઇન્ડિયા કોચિઝ પહોંચ્યા છે મુંબઇ, જાણો કઇ લાઇન્સ માટે
તસવીર- સૈયદ સમીર અબેદી
હારાષ્ટ્ર સરકાર અને ભાજપામાં મેટ્રો કારશેડ પ્રોજેક્ટને લઇને જીભાજોડી ચાલતી રહે છે પણ મુંબઇગરાંઓ માટે સારા સમાચાર એ છે કે મુંબઇ મેટ્રો માટેના પહેલવહેલા સ્વદેશી કોચ (Metro Rakes) આજે મુંબઇ પહોંચ્યા હતા. મુંબઇ મેટ્રોના નવા રૂટ્સ પર જલ્દી જ સફર કરી શકશે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટલ ઓથોરિટી (MMRDA) દ્વારા યોજના બનાવાઇ રહી છે કે આ જ વર્ષે મે મહિના સુધીમાં મેટ્રોના નવા બે રૂટ્સની શરૂઆત કરી દેવી.સૂત્રો અનુસાર આગામી બે મહિના સુધી મુંબઇ મેટ્રોના ટ્રાયલ શરૂ કરાશે અને મંજૂરી મળતાં જ સામાન્ય લોકો માટે પણ મુંબઇ મેટ્રો સર્વિસ ખુલ્લી મુકાશે. મુંબઇ આજે પહોંચેલા આ બંન્ને ડબ્બા નવા રૂટ્સ માટે લવાયા છે. એક મેટ્રો દહિંસરથી ડીએન નગરના રૂટ માટે છે અને બીજો ડબ્બો દહિંસરથી અંધેરીના રૂટ માટે છે. જ્યારે બંન્ને રૂટ્સ પર મેટ્રો શરૂ કરાશે ત્યારે મુંબઇ શહેરના મોટા ભાગમાં મેટ્રો કનેક્ટિવિટી મળી જશે. મુંબઇને આ યોજનાથી પુરી થાય તેની લાંબા સમયથી પ્રતિક્ષા રહી છે. મુંબઇમાં મેટ્રો પોલિટનનું પહેલું ઑપરેશન 2014માં કરવામાં આવી હતી પરંતુ વર્તમાન સમયમાં મુંબઇમાં એક જ રૂટ પર મેટ્રો દોડે છે જે અંધેરીથી ઘાટકોપર વચ્ચે છે પણ હવે શહેરને નવા બે રૂટ્સ મળશે.
ADVERTISEMENT
મેટ્રોલાઇન 7 એ 16.475 કિલોમિટર લાંબી છે અને 13 સ્ટેશન્સ પર તે ઇલેવેટેડ કોરિડોર્સ પર દોડશે. તે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, વેસ્ટરન રેલ્વે, મેટ્રો લાઇન 1, અત્યારે ચાલી રહેલી મેટ્રો લાઇન 2એ અને પ્રસ્તાવિત મેટ્રોલાઇન 6 (સ્વામી સમર્થ નગરથી વિક્રોલી)ને જોડશે.એમએમઆરડીએના અધિકારીઓએ જણાવ્યું કે મેટ્રો2એ અને મેટ્રો લાઇન 7 માર્ચ સુધીમા શરૂ થાય તેવી વકી છે અને ફુલ ઓપરેશન્સ મેમાં શરૂ થશે. આ કોરિડોર્સના ચાર્જિઝ ત્રણ કિલોમિટર અંતર માટે 10 રૂપિયા, 3થી 12 કિલોમિટર્સ માટે 20 રૂપિયા, 12-18 કિલોમિટર્સ માટે 30 રૂપિયા અને 18-24 કિલોમિટર્સ માટે 40 રૂપિયા અને 24-30 કિલોમિટર્સ માટે 50 રૂપિયા રહેશે. મેટ્રો 2એ લાઇન 18.589 કિલોમિટર્સ લાંબી હશે અને ઇલેવેટેડ કોરિડોર્સ સાથે 17 સ્ટેશન મુકામ કરશે. બંન્ને લાઇન્સ અત્યારે લાગતા ટ્રાવેલિંગના સમયમાં પચાસથી પંચોતર ટકા જેટલો ઘટાડો કરશે, જે મુસાફરી કરનારાઓ માટે ખુબ જ રાહતનો વિકલ્પ રહેશે.

