માઘ મહિનાનો સમય ચાલી રહ્યો છે. હા, અત્યારે અનેક ગણેશભક્તોના ઘરે માઘી ગણપતિનું સ્થાપન થતું હોય છે. ગણેશ ભક્તો માઘ મહિને ઘરે ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવીને પૂજા-અર્ચના કરતાં હોય છે. આ વર્ષે પણ મુંબઇમાં અનેક ઠેકાણે માઘ મહિનાના બાપ્પાનું આગમન થઈ ગયું છે. અનેક ભક્તિઓએ પણ પોતાના ઘરોમાં તૈયારી કરી લીધી છે. મલાડ ઈસ્ટમાં રહેતાં નીશા મારુને ત્યાં છેલ્લા બે વર્ષથી માઘ મહિનામાં ગણપતિ આવે છે. આ વર્ષે પણ તેઓ બાપ્પાની સ્થાપના માટે ઉત્સુક છે. તેઓએ પોતાની આ ઉત્સુકતા અને બાપ્પા પ્રત્યેની શ્રદ્ધા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી હતી.
12 February, 2024 02:50 IST | Mumbai | Dharmik Parmar