છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈ પર ખાસ કરીને સવારના સમયે ધુમ્મસ જોવા મળે છે. અફકોર્સ દિવાળી પછી ધીમે-ધીમે ઠંડી જામી રહી છે, પણ હાલ પવન ન હોવાથી ધુમ્મસનું પ્રમાણ વધુ રહે છે
ગઈ કાલે સવારે સેન્ટ્રલ રેલવેના ઠાકુર્લી સ્ટેશન પાસે દેખાતું ધુમ્મસ. (તસવીર: સતેજ શિંદે)
છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈ પર ખાસ કરીને સવારના સમયે ધુમ્મસ જોવા મળે છે. અફકોર્સ દિવાળી પછી ધીમે-ધીમે ઠંડી જામી રહી છે, પણ હાલ પવન ન હોવાથી ધુમ્મસનું પ્રમાણ વધુ રહે છે જે હવે ધીમે-ધીમે ઓછું થશે. મુંબઈ પર શા માટે ધુમ્મસની ચાદર છવાયેલી રહે છે એ વિશે માહિતી આપતાં ‘વૅગરીઝ ઑફ વેધર’ના રાજેશ કાપડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં ઠંડીને કારણે ધુમ્મસ રહે છે પણ ઓછું. હાલમાં મુંબઈમાં જે ધુમ્મસ દેખાય છે એમાં ધુમાડો, ધૂળના રજકણ એ બધું જ છે, પણ એવું નથી કે પૉલ્યુશન વધી ગયું છે. હાલ પવન નથી ફૂંકાઈ રહ્યો અને ઠંડી શરૂ થઈ ગઈ છે એથી જે ધુમાડો અને ધૂળના રજકણો વાતાવરણમાં ઊડતા રહેતા હોય એ ઊંચે ચડીને વિખેરાઈ જાય એવું નથી થઈ રહ્યું. એ જમીનથી થોડે ઉપર જઈને સેટલ થઈ જાય છે, અટકી જાય છે એથી ધુમ્મસ લાગે છે. જોકે આજથી હવે એમાં થોડો ફેરફાર જોવા મળશે. થોડો પવન પણ ફૂંકાશે અને એથી વાદળોની પણ મૂવમેન્ટ થશે જેથી ધુમ્મસ ઘટશે. બાકી આ ધુમ્મસ પૉલ્યુશનને કારણે નથી, મુંબઈગરાએ બહુ ચિંતા કરવાની જરૂર નથી.’