ફડણવીસ રામભાઉ મ્હાળગી પ્રબોધિનીના ચૅરમૅન
દેવેન્દ્ર ફડણવીસ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભાઈંદર (વેસ્ટ)ના ઉત્તનમાં આવેલી રામભાઉ મ્હાળગી પ્રબોધિનીના ચૅરમૅનપદે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વાઇસ ચૅરમૅન તરીકે વિનય સહસ્રબુદ્ધેની નિમણૂક કરવામાં આવી છે. રામભાઉ મ્હાળગી પ્રબોધિનીમાં સોશ્યો-પૉલિટિકલ જ્ઞાન આપી રાજકીય પ્રવાહો, જનમાનસ, હાલની પરિસ્થિતિ અને એના આધારે ભવિષ્યની કાર્યરચનાના સંદર્ભે અનુમાન આંકી એ પ્રમાણેની સ્ટ્રૅટેજી તૈયાર કરી શકે એવા યુવાનો અને નેતાઓને તૈયાર કરવામાં આવતા હોય છે.

