Mumbai Airport Fire: પ્લેનમાં સવાર મુસાફરોને પણ નુકસાન થઈ શક્યું હોત, પરંતુ સદ્ભાગ્યની વાત એ હતી કે પ્લેન ટેક ઓફ કરે તે પહેલા જ આ ઘટના બની હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
મુંબઈ એરપોર્ટ પર ભીષણ આગની ઘટનાના સંબંધમાં મુંબઈ પોલીસે (Mumbai Airport Fire) પાંચ લોકોની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈથોપિયન એરલાઈન્સના પ્લેનમાં કેટલાક કેમિકલ લોડ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ મોટી આગ ફાટી નીકળી હતી, જે બાદ એરપોર્ટ પ્રશાસન ઍક્શનમાં આવ્યું હતું. મળેલી માહિતી મુજબ, ઇથોપિયન એરલાઇન્સના પ્લેનના લગેજ સૂટકેસમાં આગ લાગી હતી. આ મામલે હવે પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને મુંબઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શું ઈથોપિયન એરલાઈન્સના વિમાનમાં કોઈ કેમિકલ લોડ કરવામાં આવ્યું હતું અને આગનું કારણ શું હતું.
આ ઘટના અંગે કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કેમિકલ લોડ કરતી વખતે આગ દુર્ઘટના બની હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને નુકસાન થયું નથી, પરંતુ હોબાળો ચોક્કસપણે મચ્યો હતો. સાથે જ આ કેમિકલની પ્રકૃતિ પણ જાણી લેવામાં આવી છે. ફોરેન્સિક ટીમની તપાસમાં સામે આવ્યું છે કે વિમાનમાં જે કેમિકલ લોડ કરવામાં આવ્યું હતું તે હાઇડ્રોજન સ્પિરિટ હતું. મુંબઈ એરપોર્ટ (Mumbai Airport Fire) પર બનેલી આ ઘટનાને સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવી રહી છે. માહિતી મુજબ, ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહેલ હાઈડ્રોજન સ્પિરિટને મુંબઈથી ફ્લાઈટ ET-641 દ્વારા આદિસ અબાબા લઈ જવામાં આવી રહી હતી પરંતુ આ બાબતનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. આ કેમિકલ ખૂબ જ જોખમી માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ કેમિકલ ખૂબ જ ઘાતક હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે જો ફ્લાઈટ ટેકઓફ થયા બાદ આગની ઘટના બની હોત તો મોટી ઘટના પણ થઈ શકી હત. પ્લેનમાં સવાર મુસાફરોને પણ નુકસાન થઈ શક્યું હોત, પરંતુ સદ્ભાગ્યની વાત એ હતી કે પ્લેન ટેક ઓફ કરે તે પહેલા જ આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે હવે એરપોર્ટ પ્રશાસન (Mumbai Airport Fire) દ્વારા લપરવાહી થઈ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહ્યું છે તેમ જ આ મામલે કોઈ બીજું કાવતરુંતો નથી ને તે બાબતે પણ આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ સાથે વધુ એક ઘટનામાં મુંબઈ એરપોર્ટ પરથી ડિરક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ શુક્રવારે નાઇરોબીથી આવેલી કેન્યાની એક મહિલાની ૨૦ કરોડ રૂપિયાનું કોકેન સ્મગલિંગ (Mumbai Airport Fire) કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આ કોકેન ભારતમાં ઘુસાડવા માટે નવી જ કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી હતી. લિક્વિડ કોકેન તૈયાર કરવામાં આવ્યું હતું અને એને શૅમ્પૂ અને લોશન જેવું બનાવીને શૅમ્પુ અને લોશનની બૉટલમાં પૅક કરવામાં આવ્યું હતું જેથી મહિલા પર શંકા ન જાય. મહિલાનું લગેજ ચેક કરતાં એ બૉટલ મળી હતી, જેમાં ૧૯૮૩ ગ્રામ કોકેન હતું. કેન્યાની મહિલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. DRIએ હવે તેણે એ કોકેન ક્યાંથી મેળવ્યું અને તેની ડિલિવરી કોણ લેવાનું હતું એની તપાસ હાથ ધરી છે.