1975ની કટોકટી ખૂબ જ જૂનો મુદ્દો છે, એને દફનાવી દેવો જોઈએ : સંજય રાઉત
ઈન્દિરા ગાંધી અને સંજય રાઉત
૧૯૭૫ની કટોકટીને ખૂબ જૂનો મુદ્દો ગણાવીને એને દફનાવી દેવો જોઈએ એમ જણાવીને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે દેશમાં હાલમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે એ જોઈને કોઈ પણ કહેશે કે આના કરતાં ઇમર્જન્સીનો સમય સારો હતો.
પક્ષના મુખપત્ર ‘સામના’માં પ્રકાશિત થતી તેમની અઠવાડિક કૉલમ ‘રોકટોક’માં ‘સામના’ના વહીવટી તંત્રી સંજય રાઉતે રાહુલ ગાંધી દ્વારા તેમનાં દાદી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી એ લાદેલી કટોકટી બદલ વ્યક્ત કરાયેલી દિલગીરી પર તેમણે પ્રશ્ન કર્યો હતો.
ભારતના લોકોએ કટોકટી લાદવાના નિર્ણય બદલ ઇન્દિરા ગાંધીને સજા કરી હતી અને તેમને પાઠ ભણાવ્યો હતો, પરંતુ પછી તેમને ફરી સત્તા પર સ્થાપીને માફ પણ કર્યાં હતાં એમ જણાવીને એમ સંજય રાઉતે કહ્યું હતું કે ‘કટોકટી ખૂબ જ જૂનો મુદ્દો છે. એને વારંવાર ઉખેળવાની શી જરૂર છે? એને હંમેશ માટે દફનાવી દેવો જોઈએ.’
ADVERTISEMENT
સંજય રાઉતે રાહુલ ગાંધીને જૂના પ્રસંગો વિશે પણ અવારનવાર બોલતા એક સીધાસાદા અને સ્પષ્ટવક્તા વ્યક્તિ ગણાવ્યા હતા.

