નાશિકથી મુંબઈ આવી રહેલા કન્ટેનરના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં અકસ્માત થયો
કન્ટેનર ખીણમાં પડ્યા બાદ બચાવકામ હાથ ધરવામાં આવ્યું હતું.
નવા કસારા ઘાટમાં નાશિકથી મુંબઈ તરફ આવી રહેલું દૂધનું કન્ટેનર ગઈ કાલે બપોર બાદ ૩૦૦ ફીટ ખીણમાં ખાબકતાં એક સગીર સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કન્ટેનર ખીણમાં પડ્યું હોવાની માહિતી મળતાં હાઇવે પૅટ્રોલિંગ ટીમ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને હાઇવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમનો સ્ટાફ દોરડાની મદદથી ખીણમાં ઊતર્યો હતો. તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર લોકોને ખીણમાંથી બહાર કાઢ્યા હતા. કન્ટેરમાંથી નવ વર્ષના સગીર સહિત ત્રણ લોકોના મૃતદેહ હાથ લાગ્યા હતા, જ્યારે બાકીના બે લોકોના મૃતદેહને કન્ટેનરમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કન્ટેનરના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં નવા કસારા ઘાટમાં બલગર પૉઇન્ટ પાસે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.