બ્રૅમન મોટર્સે માયામી પોલીસને આપેલી આ કાર વિશ્વની પહેલી રોલ્સ-રૉયસ કૉપ કાર કહેવાય છે.
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લૉરિડા રાજ્યના માયામી શહેરના રસ્તાઓ પર હવે લક્ઝરી રોલ્સ-રૉયસ કાર પૅટ્રોલિંગ કરતી જોવા મળશે. માયામી બીચ પોલીસ ડિપાર્ટમેન્ટના કાફલામાં રોલ્સ-રૉયસ ઘોસ્ટ મૉડલની એન્ટ્રી થઈ છે જેને જોઈને લોકો દંગ થઈ ગયા છે. બ્રૅમન મોટર્સે માયામી પોલીસને આપેલી આ કાર વિશ્વની પહેલી રોલ્સ-રૉયસ કૉપ કાર કહેવાય છે. આ કસ્ટમાઇઝ્ડ રોલ્સ-રૉયસની કિંમત અંદાજે ૨.૦૮ કરોડ રૂપિયા છે જેમાં ગ્લૅમરસ લુક તો છે જ, સાથે પોલીસ લાઇટ્સ અને સાઇરન એને વધુ જોવાલાયક બનાવે છે. આ હાઈ-એન્ડ કારને માયામી પોલીસ ડિપાર્ટમેન્ટના રિક્રૂટમેન્ટ કૅમ્પેનના ભાગરૂપે રજૂ કરવામાં આવી છે. કેટલાક યુઝર્સે પોલીસના કાફલામાં આવી મોંઘી કારની શું જરૂર હતી એવું પૂછ્યું હતું તો કેટલાકે રમૂજ કરી હતી કે પોલીસ મને અરેસ્ટ કરી શકશે? મારે આ કાર અંદરથી જોવી છે.

