મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલુ હતું. કોઈ જાનહાનિના સમાચાર હાલ પૂરતા મળ્યા ન હોવાનું ફાયર-બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું.
કેમિકલ કંપનીમાં લાગેલી આગનું વિકરાળ સ્વરૂપ.
બદલાપુરના ખરવઈ MIDCમાં એક કેમિકલ કંપનીમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. એક પછી એક આઠથી ૧૦ વિસ્ફોટોના અવાજથી આસપાસના વિસ્તારો પણ ધ્રૂજી ઊઠ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે ૩ કિલોમીટર દૂરથી એની જ્વાળાઓ જોઈ શકાતી હતી. રાતે ૮ વાગ્યે લાગેલી આગમાં બૉઇલરો ફાટ્યાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આશરે અડધા કલાકમાં જ આઠથી ૧૦ વિસ્ફોટો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલુ હતું. કોઈ જાનહાનિના સમાચાર હાલ પૂરતા મળ્યા ન હોવાનું ફાયર-બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું.


