Malad Crime News: મલાડની એક શાળામાં નર્સરીની વિદ્યાર્થીનીએ શાળામાંથી ઘરે પરત ફર્યા બાદ તેના ગુપ્તાંગમાં દુખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
Malad Crime News: મલાડની સ્કૂલમાં ભણતી સાડા ત્રણ વર્ષની બાળકીને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બાંગુર નગર પોલીસ બુધવારે (12 ફેબ્રુઆરી)ના રોજ મલાડની એક શાળામાં સાડા ત્રણ વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ પોલીસ બાળકી પર જાતીય શોષણ કરનાર અજ્ઞાત આરોપીને શોધી રહી છે.
મોન્સ્ટરે નુકસાન પહોંચાડ્યું હોવાનું કહ્યું બાળકીએ
ADVERTISEMENT
આ આરોપીને શોધવા અત્યારે પોલીસ શોધખોળ કરી રહી છે ત્યારે શાળાની અંદર અને બહારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે. પરંતુ પોલીસને ઘટનાના કોઈ પુરાવા મળ્યા નથી. ચોંકાવનારા સમાચાર તો એ છે કે જ્યારે પીડિત બાળકીને એની માતાએ પૂછ્યું હતું કે તને નુકસાન પહોંચાડનાર કોણ હતું, ત્યારે તે બાળકે મોન્સ્ટર હતો એમ કહ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મલાડ વેસ્ટની એક જાણીતી આંતરરાષ્ટ્રીય શાળામાં નર્સરીની વિદ્યાર્થીનીએ બુધવારે સાંજે શાળામાંથી ઘરે પરત ફર્યા બાદ તેના ગુપ્તાંગમાં દુખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી. શરૂઆતમાં ડોકટરોએ ચેપને કારણે ફોલ્લીઓ થઈ હોવાનું કહ્યું હતું. પરંતુ જ્યારે માતાએ ફરીથી બાળકીને તે ઘટના વિશે પૂછ્યું ત્યારે તેણે `મોન્સ્ટર`એ તેના ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હોવાનું કહ્યું.
ત્યારબાદ માતા ગભરાઈ ગઈ હતી અને તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. (Malad Crime News) ડૉક્ટરને આ આખી ઘટના સંભળાવી. હતી. ત્યારબાદ સ્ત્રીરોગ ચિકિત્સકે બાળકની તપાસ કરી હતી. ત્યારબાદ આ મામલો ડૉક્ટર દ્વારા બાંગુર નગર પોલીસને જાણ કરવામાં આવ્યો હતો.
પોલીસ કહે છે કે અમે માતાની ફરિયાદ (Malad Crime News)ના આધારે કેસ નોંધ્યો છે. વરિષ્ઠ અધિકારીઓની સૂચનાઓને પગલે પોલીસ ટીમે શાળાની મુલાકાત લીધી હતી અને સીસીટીવી ફૂટેજની સંપૂર્ણ તપાસ કરી હતી. જોકે, કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી ન હતી. છોકરી એક મહિલા કેરટેકર સાથે બાથરૂમમાં જતી જોવા મળી હતી અને બાદમાં સાતથી આઠ અન્ય સહપાઠીઓ સાથે પરત ફરી હતી ", એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે કેરટેકર અને અન્ય સ્ટાફ સભ્યોને છોકરીની સામે રજૂ કરીને પૂછ્યું કે શું તેમાંથી કોઈએ તેને નુકસાન પહોંચાડ્યું છે. જો કે, બાળકીએ તે વાતને પણ નકારી કાઢી હતી અને એ જ વાતનો આગ્રહ કર્યો હતો કે એક મોન્સ્ટરે તેને સ્પર્શ કર્યો હતો.
ત્યારબાદ બાળકીને તબીબી તપાસ માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડોકટરોના જણાવ્યા અનુસાર તેના ગુપ્તાંગ પર ફોલ્લીઓ સંભવતઃ ચેપને કારણે થઈ હતી, જે દવા પછી ઓછી થઈ ગઈ હતી.
Malad Crime News: પોલીસ કહે છે કે કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ. છોકરીના કપડાં ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, અને અમે અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ" એમ અધિકારીએ ઉમેર્યું હતું. અમે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આગળની તપાસ ચાલી રહી છે ", તેમ બાંગુર નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ ઠાકરેએ જણાવ્યું હતું.

