દરેક નવાં વાહન માટે હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજિયાત છે
ફાઇલ તસવીર
રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે વાહનોની ચોરી પર રોક લગાવવા ઉપયોગી થઈ શકે એવી હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવા માટેની ડેડલાઇન લંબાવીને ૩૧ માર્ચ કરી દીધી છે. આ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે રાજ્યની દરેક રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ને જણાવ્યું છે.
દરેક નવાં વાહન માટે હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજિયાત છે. HSRPમાં વાહનને ફાળવવામાં આવેલો ૧૦ ડિજિટનો એક યુનિક નંબર હોય છે જે અશોકચક્રના હોલોગ્રામ સાથે બનાવાયેલો હોય છે. ટૂ-વ્હીલર માટે ૪૫૦, થ્રી-વ્હીલર માટે ૫૦૦ અને ફોર-વ્હીલર કાર અને બસ ટ્રક માટેની HSRP બેસાડવા ૭૫૦ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે.

