મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારની આગેવાનીની ચાર સભ્યની ટીમ ગઈ કાલે પૅરિસ જવા માટે મુંબઈથી રવાના થઈ હતી.
પૅરિસમાં UNESCOના અધિકારીઓ સાથે મહારાષ્ટ્રની ટીમ.
હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં આવેલા ૧૨ કિલ્લાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO) વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની રજૂઆત કરવા માટે ગઈ કાલે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારની આગેવાનીની ચાર સભ્યની ટીમ ગઈ કાલે પૅરિસ જવા માટે મુંબઈથી રવાના થઈ હતી.
સાંસ્કૃતિક પ્રધાનની ઑફિસમાંથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે UNESCO વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં મરાઠા મિલિટરી લૅન્ડસ્કેપ ઑફ ઇન્ડિયાની થીમ અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ સબમિટ કર્યો છે. ૧૨ કિલ્લામાં મહારાષ્ટ્રમાં આવેલા રાયગડ, રાજગડ, પ્રતાપગડ, પન્હાળા, શિવનેરી, લોહગડ, સાલ્હેર, સિંધુદુર્ગ, સુવર્ણદુર્ગ, વિજયદુર્ગ, ખાંદેરી અને તામિલનાડુમાં આવેલા જિંજી કિલ્લાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશથી સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલાર, રાજ્યના ઍડિશનલ ચીફ સેક્રેટરી વિકાસ ખરગે, આર્કિયોલૉજી અને મ્યુઝિયમ્સના ડેપ્યુટી ડિરેક્ટર હેમંત દળવી અને આર્કિટેક્ટ શિખા જૈન રવિવારે મુંબઈથી પૅરિસ જવા રવાના થયાં હતાં. આજે આ ટીમ UNESCO વર્લ્ડ હેરિટેજમાં ૧૨ કિલ્લાને સામેલ કરવા માટે રજૂઆત કરશે.


