Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Unesco

લેખ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છમાં ૫૦૦૦ વર્ષ જૂનું ધોળાવીરા જોયું

પ્રાચીન નગરરચના, સભ્યતા અને જળસંગ્રહની વિગતો જાણી

02 March, 2025 12:10 IST | Bhuj | Gujarati Mid-day Correspondent
પૅરિસમાં UNESCOના અધિકારીઓ સાથે મહારાષ્ટ્રની ટીમ.

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લા UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થશે

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારની આગેવાનીની ચાર સભ્યની ટીમ ગઈ કાલે પૅરિસ જવા માટે મુંબઈથી રવાના થઈ હતી.

24 February, 2025 01:12 IST | Paris | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણેમાં જય શિવાજી, જય ભારત પદયાત્રાની શરૂઆત કરાવી હતી.

૨૦,૦૦૦ શિવભક્તો પુણેની જય શિવાજી, જય ભારત પદયાત્રામાં સામેલ થયા

૪ કિલોમીટર લંબાઈની પદયાત્રા કૉલેજ ઑફ પુણે ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીથી શરૂ થઈને ફર્ગ્યુસન કૉલેજમાં પૂરી થઈ હતી.

20 February, 2025 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આસામનું મંદિર અને તળાવ

ઑસમ આસામ

વૈશ્વિક સ્તરે ભારતના આ રાજ્યની ખાસિયતોનો સરસ ડંકો વાગી રહ્યો છે ત્યારે ભારતીય તરીકે આપણે આ રાજ્ય વિશે કેટલું જાણીએ છીએ? ચાલો, આસામની વર્ચ્યુઅલ સફરે

19 January, 2025 01:01 IST | Dispur | Laxmi Vanita

ફોટા

આજનાં વન્ડર વુમન છે ડૉ. પ્રો. પારુલ શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કૅન્સર સામે જીત મેળવી 73ની વયે પણ ભરતનાટ્યમ માટે જીવન સમર્પિત કર્યું પારુલ શાહે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને  ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ  સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
પારુલ શાહ અને ઉત્પલા દેસાઈ

UNESCOમાં ગરબો મોકલવાનો વિચાર કોનો? પ્રક્રિયાથી લઈ માપદંડો સુધીની તમામ માહિતી

ગુજરાતીઓની સંસ્કૃતિ કહો કે વર્ષોથી ચાલી આવતી પરંપરા કહો કે પછી કહો ગુજરાતની આગવી ઓળખ, જ્યારે પણ ગરબાનું નામ આવે ગુજરાતી હોવાપણું ઝળકી ઉઠે. 6 ડિસેમ્બરના રોજ ગરબાને વિશ્વ સ્તર પર ઓળખ મળતાં દરેક ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલી છે. યુનેસ્કોના "અમૂર્ત સાંસ્કૃતિક વારસા"ની યાદીમાં ગરબાને સ્થાન મળ્યુ છે. આ સમાચાર સાંભળતાં ગૌરવની લાગણી તો અનુભવાઈ જ પણ સાથે સાથે એ સવાલ પણ થાય કે આ ગરબા યુનેસ્કો સુધી પહોંચ્યા કેવી રીતે? તેની પ્રક્રિયા શું હોય? કયા માપદંડોને આધારે યુનેસ્કો કોઈ સંસ્કૃતિ કે કળાને આ યાદીમાં સામેલ કરે? આ તમામ સવાલના જવાબ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ પ્રક્રિયાનો ભાગ રહેલા પ્રોફેસર પારુલ શાહ અને ઉત્પલા દેસાઈ સાથે ખાસ વાતચીત કરી છે. 

08 December, 2023 02:21 IST | Mumbai | Nirali Kalani

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK