Maharashtra Political News: ૨૦૧૭માં પણ ગોરે સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૩૫૪ (છેડતી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, 2019 માં કોર્ટે તેમને આરોપોમાંથી મુક્ત કર્યા અને કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલી બધી સામગ્રીનો નાશ કરવાનો આદેશ આપ્યો.
જયકુમાર ગોરે
કી હાઇલાઇટ્સ
- મહિલાએ આરોપો પાછા ખેંચવા માટે 3 કરોડ રૂપિયાની માગણી કરી
- પોલીસે આ મામલે છટકું ગોઠવ્યું અને આરોપી મહિલાને 1 કરોડ રૂપિયા લેતા રંગે હાથે પકડી
- મહિલાની સાતારાથી ધરપકડ કરવામાં આવી
મહારાષ્ટ્રની મહા યુતિ સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી જયકુમાર ગોરે પર એક મહિલાએ સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ આવો આરોપ કરનાર મહિલાની હવે પોલીસે ખંડણીના આરોપસર ધરપકડ કરી છે. પોલીસે શુક્રવારે આ ધરપકડની પુષ્ટિ કરી. એક અધિકારીએ જણાવ્યું કે મહિલાની સાતારાથી ધરપકડ કરવામાં આવી છે.
૩ કરોડ રૂપિયાની માગણી કરતી મહિલા ૧ કરોડ રૂપિયા લેતા ઝડપાઈ ગઈ
ADVERTISEMENT
પોલીસની માહિતી મુજબ, ધરપકડ કરાયેલી મહિલાએ રાજ્યના મંત્રી જયકુમાર પાસેથી તેમના પર લગાવવામાં આવેલા સતામણીના તમામ આરોપો પાછા ખેંચવા માટે 3 કરોડ રૂપિયાની માગણી કરી રહી હતી. પોલીસે આ મામલે છટકું ગોઠવ્યું અને આરોપી મહિલાને 1 કરોડ રૂપિયા લેતા રંગે હાથે પકડી લીધી હતી. હાલમાં મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે પોલીસે હજી સુધી તેની ઓળખ જાહેર કરી નથી.
મંત્રી જયકુમાર સતામણી પર અગાઉ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો
જયકુમાર ગોરે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાની માન વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. ૨૦૧૭માં તેમની સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૩૫૪ (છેડતી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, 2019 માં કોર્ટે તેમને આરોપોમાંથી મુક્ત કર્યા અને કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલી બધી સામગ્રીનો નાશ કરવાનો આદેશ આપ્યો.
વિપક્ષે મંત્રીના રાજીનામાની માગ કરી, ગોરેએ વળતો પ્રહાર કર્યો
આ મામલે વિરોધ પક્ષોએ સતામણીનો આરોપ કરવામાં આવેલા મંત્રીના રાજીનામાની માગ કરી હતી. ખાસ કરીને, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત અને NCP (શરદ પવાર જૂથ) ધારાસભ્ય રોહિત પવારે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. જોકે, મંત્રી જયકુમાર ગોરેએ આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ જૂના અને બંધ થયેલા મુદ્દાઓને ફરીથી ઉઠાવીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કારણે ગોરે વિધાનસભામાં સંજય રાઉત અને રોહિત પવાર વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ દાખલ કર્યો છે.
પત્રકાર તુષાર ખરાટ પર પણ ખંડણીનો આરોપ
આ કેસમાં બીજો રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે સ્થાનિક ન્યૂઝ ચૅનલના પત્રકાર તુષાર ખરાટની પણ ધરપકડ કરી હતી. `લય ભારી` નામની યુટ્યુબ ચૅનલના સંપાદક ખરાટ પર જયકુમાર ગોરેના એક સહયોગી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે તેની સામે મંત્રી જયકુમાર પાસેથી સતામણી મામલે પાસેથી 5 કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવાનો કેસ પણ નોંધ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં તેની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.

