પહેલી પત્ની કરુણા મુંડે શર્માએ પોતાના પતિ પર ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી વખતે દાખલ કરેલા ઍફિડેવિટમાં માહિતી છુપાવી હોવાનો આરોપ મૂક્યો છે
ધનંજય મુંડે
રાજ્યના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાઇઝ ખાતાના પ્રધાન ધનંજય મુંડેની તકલીફ ઓછી થાય એવું નથી લાગી રહ્યું. એક પછી એક ઉપાધિનો સામનો કરી રહેલા આ મિનિસ્ટરને હવે બીડની કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યા છે. ધનંજય મુંડેની પહેલી પત્ની કરુણા મુંડે શર્માએ પોતાના પતિ પર ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી વખતે દાખલ કરેલા ઍફિડેવિટમાં માહિતી છુપાવી હોવાનો આરોપ મૂક્યો છે. એના સંદર્ભમાં કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યો છે.
કરુણા મુંડેએ કરેલી ફરિયાદમાં કહ્યું છે કે ‘ધનંજય મુંડેએ ચૂંટણી વખતે દાખલ કરેલાં નૉમિનેશનનાં પેપર્સમાં પત્ની રાજશ્રી મુંડે અને તેમનાં બાળકોની માહિતી આપી હતી. જોકે તેણે કરુણા મુંડેની માલિકીની સંપત્તિ જાહેર નહોતી કરી. મૅજિસ્ટ્રેટ કોર્ટે હવે આ કેસની સુનાવણી ૨૪ ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે. ઇલેક્શન કમિશનથી માહિતી છુપાવવાના કેસમાં આરોપીને છ મહિના સુધીની સજા થઈ શકે છે.
ADVERTISEMENT
હજી ગયા અઠવાડિયે જ મુંબઈની ફૅમિલી કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં ધનંજય મુંડેને તેમની પહેલી પત્ની કરુણા મુંડે શર્માને મહિને સવા લાખ રૂપિયા અને તેની દીકરીને લગ્ન ન થાય ત્યાં સુધી ૭૫,૦૦૦ રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય તેમની સામે ભ્રષ્ટાચાર અને બીડના મસ્સાજોગ ગામના સરપંચની હત્યામાં જેનું નામ આવી રહ્યું છે એ વાલ્મીક કરાડને બચાવવાનો આરોપ છે.

