પ્રી-મૉન્સૂન ઝાપટાં પડે છે એ રીતે આ પોસ્ટ-મૉન્સૂનનાં ઝાપટાં પડી રહ્યાં છે.
પ્રતીકાત્મક તસવીર
આ વીક-એન્ડમાં મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન સહિત અન્ય વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કર્યું છે.
પ્રાઇવેટ વેધર ફોરકાસ્ટ કરનારના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં એક મોટું વાદળ બંધાયું છે જેના કારણે એ વિસ્તારમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. એથી શુક્રવાર રાતથી જ ભારે ઝાપટાં પડવાની શરૂઆત થઈ જશે જે રવિવાર સુધી અવારનવાર પડતાં રહેશે. જોકે સત્તાવાર રીતે નૈઋત્યનું મૉન્સૂન પૂરું થઈ ગયું હોવાની જાહેરાત ૧૫ ઑક્ટોબરે જ હવામાન ખાતાએ કરી દીધી હતી. તેમનું કહેવું છે કે જે રીતે પ્રી-મૉન્સૂન ઝાપટાં પડે છે એ રીતે આ પોસ્ટ-મૉન્સૂનનાં ઝાપટાં પડી રહ્યાં છે.

