અધિકારીઓએ પ્રાઇવેટ બસ ઑપરેટરે નીમેલા ડ્રાઇવરને સર્વિસમાંથી હાંકી કાઢ્યો હતો. એ સિવાય લોકોના જીવ જોખમમાં મુકવા બદલ તેને ૫૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને શનિવારે ચાલતી બસે મોબાઇલ પર મૅચ જોઈ રહેલા ડ્રાઇવરને ડિસમિસ કરી દીધો છે.
અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને શનિવારે ચાલતી બસે મોબાઇલ પર મૅચ જોઈ રહેલા ડ્રાઇવરને ડિસમિસ કરી દીધો છે.
રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને એ બસમાં પ્રવાસ કરી રહેલા એક પૅસેન્જરે વિડિયો મોકલાવ્યો હતો. શનિવારે મુંબઈથી પુણે જઈ રહેલી ઈ-શિવનેરી બસનો ડ્રાઇવર બસ ચલાવતાં-ચલાવતાં IPLની મૅચ જોઈ રહ્યો હતો. એક પૅસેન્જરે એનો વિડિયો લીધા બાદ સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો એટલું જ નહીં, તેણે એ વિડિયો-ક્લિપ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ ટૅગ કરી હતી. એ ક્લિપ જોઈને પ્રતાપ સરનાઈકે MSRTCના અધિકારીઓને તરત જ તપાસ કરીને સ્ટ્રિક્ટ પગલાં લેવા જણાવ્યું હતું. અધિકારીઓએ પ્રાઇવેટ બસ ઑપરેટરે નીમેલા ડ્રાઇવરને સર્વિસમાંથી હાંકી કાઢ્યો હતો. એ સિવાય લોકોના જીવ જોખમમાં મુકવા બદલ તેને ૫૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે

