Maharashtra Assembly Elections 2024 Result: અણુશક્તિ નગર વિધાનસભા સીટને નવાબ મલિકનો ગઢ માનવામાં આવે છે, તેઓ ઘણી વખત અહીંથી જીતીને વિધાનસભા પહોંચ્યા છે
સના મલિક અને ફહાદ અહેમદની ફાઇલ તસવીરો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટેની મતગણતરી (Maharashtra Assembly Elections 2024 Result) આજે સવારથી જ કાળી રહી છે. ખાસ તો અણુશક્તિ નગર બેઠક પર તમામ લોકોની નજર રહી છે. અહીં સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ કે જેઓ NCP-શરદ પવાર જુથમાંથી અને નવાબ મલિકની પુત્રી સના મલિક કે જે NCP-અજિત પવાર જુથ વતી લડી રહ્યાં છે. આ બે વચ્ચે સ્પર્ધા છે. નવાબ મલિકનો ગઢ ગણાતી આ બેઠક પર સૌની નજર ટકેલી છે.
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન યોજાયું હતું. હવે આજે આ તમામ બેઠકોનું પરિણામ જાહેર થવાનું છે. જે માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યની હાઈપ્રોફાઈલ સીટો પૈકીની એક ગણાતી અણુશક્તિ નગર સીટ પર સૌ કોઇની નજર લાગેલી છે કે અહીં કોણ બાજી મારશે?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે અણુશક્તિ નગર વિધાનસભા સીટને નવાબ મલિકનો ગઢ માનવામાં આવે છે. તેઓ ઘણી વખત અહીંથી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. નવાબ મલિક મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં ગયા હતા. છૂટયા બાદ તે NCP અજિત પવારના જૂથમાં જોડાયા હતા. શરૂઆતમાં અજિત પવાર નવાબ મલિકને ટિકિટ આપતા હતા, પરંતુ એનસીપી-અજિતના સાથી પક્ષ ભાજપના વિરોધ બાદ તેમણે નવાબ મલિકની પુત્રીને આ બેઠક પરથી ઉતારી હતી. એટલે આ બેઠક રોમાંચભરી રહી.
તાજેતરમાં જ મળી રહેલા આંકડાઓ (Maharashtra Assembly Elections 2024 Result) અનુસાર શરદ પવાર જૂથના ફહાદ અહેમદ આગળ ચાલી રહ્યાં છે. નવાબ મલિક ગોવંડી માનખુર્દથી પાછળ છે.
સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ પહેલા સમાજવાદી પાર્ટીમાં હતા. સમાજવાદી પાર્ટીને ભારતમાં વધુ બેઠકો ન મળતા જ ફહાદે એનસીપી-શરદ પવારની ટિકિટ પર અણુશક્તિ નગર વિધાનસભા લડવાનો નિર્ધાર કર્યો હતો.
Maharashtra Assembly Elections 2024 Result: સ્વરાના પતિ ફહાદે સના મલિક પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે સના તો નવાબ મલિકની પુત્રી છે, આ તેએ જ ની એકમાત્ર ઉપલબ્ધિ છે અને તેથી જ તેને ટિકિટ મળી છે. સના મલિકે વળતો પ્રહાર કરતાં જવાબ આપ્યો હતો.
અત્યારે જો આપણે અણુશક્તિ નગરના ત્રીજા તબક્કાની વાત કરીએ તો (શરદ ચંદ્ર પવાર નેશનાલિસ્ટ પાર્ટી) તરફથી ફહાદ અહેમદ 7430 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. આ સાથે જ સના મલિક કે જેઓ અજિત પવાર નેશનલિસ્ટ પાર્ટી) તરફથી લડી રહ્યા છે તે 6719 વોટ ધરાવે છે.
અનુશક્તિ નગર બેઠક પર પણ મતગણતરી (Maharashtra Assembly Elections 2024 Result) શરૂ થઈ ગઈ છે અને આંકડાઓ સામે આવી રહ્યા છે. અત્યારે સ્વરા ભાસ્કરનો આગળ હોવાનું જણાઈ રહ્યું છે. અત્યારસુધીનું ચિત્ર બતાવે છે કે એ સના મલિક પાછળ ચાલી રહ્યાં છે.