રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન હોવાથી ઇલેક્શન-કમિશને એ સ્મૂધલી પાર પાડી શકાય એ માટે રાજ્યમાં ડ્રાય-ડેની જાહેરાત કરી છે
પ્રતીકાત્મક તસવીર
આવતી કાલે મુંબઈ સહિત રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન હોવાથી ઇલેક્શન-કમિશને એ સ્મૂધલી પાર પાડી શકાય એ માટે રાજ્યમાં ડ્રાય-ડેની જાહેરાત કરી છે. ગઈ કાલે સાંજે પ્રચારની પડઘમ શાંત પડી ગઈ હતી અને એ સાથે જ ડ્રાય-ડેની શરૂઆત થઈ ગઈ હતી. ૧૮મીએ સાંજે ૬ વાગ્યા પછી દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે જે ૨૦ નવેમ્બરે મતદાન પૂરું થશે ત્યાં સુધી ચાલુ રહેશે. એ જ પ્રમાણે ચૂંટણીના પરિણામના દિવસે ૨૩ નવેમ્બરે દારૂનું વેચાણ સાંજે ૬ વાગ્યા પછી જ કરી શકાશે.